રિપોર્ટ@ગુજરાત: દ્વારકાના દરિયાકાંઠેથી 16.03 કરોડ કિંમતનો ચરસનો જથ્થો પોલીસે ઝડપ્યો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં SOGના ગુનાઓ ખુબજ વધી ગયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા SOG તેમજ દ્વારકા પોલીસ દ્વારા ત્રણ દિવસ પૂર્વે દ્વારકા નજીકના દરિયા કાંઠા વિસ્તારમાંથી રૂપિયા 16.03 કરોડથી કિંમતનો 32 કિલોથી વધુ ચરસનો જથ્થો મળી આવ્યો હતો.
આ પ્રકરણ બાદ સ્થાનિક પોલીસે જારી રાખેલી ઝુંબેશ દરમિયાન ગતરાત્રે પોલીસને આશરે રૂપિયા 43 લાખ જેટલી કિંમતનો વધુ પોણા નવસો ગ્રામ જેટલો ચરસનો જથ્થો બિનવારસુ હાલતમાં મળી આવ્યો હતો.દેવભૂમિ દ્વારકાના વરવાળા ગામ નજીકના દરિયા કાંઠા વિસ્તારમાંથી શુક્રવારે મોડી રાત્રિના સમયે દ્વારકા પોલીસ તથા એસ.ઓ.જી. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન ત્રણ બાચકામાંથી સાંપળેલા 30 પ્લાસ્ટિકના પેકેટમાં રહેલો આશરે 32 કિલોથી વધુ વજનનો ડ્રગ્સ (ચરસ) બિનવારસુ હાલતમાં મળી આવ્યો હતો.
આશરે રૂપિયા 16.03 કરોડ જેટલી આંતરરાષ્ટ્રીય બજાર કિંમત ધરાવતા ચરસના આ જથ્થા સંદર્ભે દ્વારકા પોલીસ મથકમાં શનિવારે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ આ સમગ્ર પ્રકરણ અંગેની તપાસ દ્વારકા તાબેના મીઠાપુર પોલીસ મથકના પી.એસ.આઈ.ને સોંપવામાં આવી હતી.