રિપોર્ટ@ગુજરાત: ગુજરાત પોલીસના પ્રમોશન પામેલા 254 PIને પોસ્ટિંગ, જાણો વધુ વિગતે

રાજ્ય પોલીસ વડા દ્વારા બઢતી આપવામાં આવેલા પીઆઇને અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં પોસ્ટિંગ આપવામાં આવ્યા છે. 
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાત પોલીસના 254 પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલી કરવામાં આવી છે. રાજ્ય પોલીસ વડા દ્વારા બઢતી આપવામાં આવેલા પીઆઇને અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં પોસ્ટિંગ આપવામાં આવ્યા છે. PSIથી PIના પ્રમોશન બાદ પોસ્ટિંગ આપવામાં આવ્યા બાદ જે તે જગ્યાએ મૂકવામાં આવ્યા હતા. પ્રમોશન બાદ જે તે પોલીસ સ્ટેશનમાં પોસ્ટિગ આપવામાં આવ્યા હતા. 254 જેટલા PIને એક સાથે પોસ્ટિંગ આપવામાં આવ્યા છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાતના 650થી વધારે પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલીઓ કરવામાં આવનાર હોવાની ચર્ચા છેલ્લા બે દિવસથી ચાલી રહી હતી. જેની વચ્ચે આજે રાજ્ય પોલીસવડા ડો. કે. એલ. એન. રાવ દ્વારા 254 જેટલા પીઆઈની બદલી કરવામાં આવી છે જોકે આ તમામ પોલીસ ઇન્સ્પેક્ટર પીએસઆઇમાંથી પીઆઇ તરીકે પ્રમોશન મેળવી ચૂક્યા છે અને તેમને જે તે જગ્યા પર જ પ્રમોશન આપીને રાખવામાં આવ્યા હતા ત્યારબાદ હવે પોસ્ટિંગ આપી દેવામાં આવ્યા છે.