રિપોર્ટ@ગુજરાત: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે, સોમનાથમાં દર્શન કરી સાસણમાં સિંહ નિહાળશે

સાસણની મુલાકાત દરમિયાન ગીરમાં વસવાટ કરતા આદિવાસી સમાજના લોકો સાથે મુલાકાત કરશે.
 
રિપોર્ટ@ગુજરાત: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે, સોમનાથમાં દર્શન કરી સાસણમાં સિંહ નિહાળશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 3 દિવસના ગુજરાત પ્રવાસે આવેલ છે. પ્રવાસના 2દિવસે રાષ્ટ્રપતિ આજે સોમનાથ અને સાસણ ગીરની મુલાકાત લેશે. આજે સવારે પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવનાં દર્શન કરી સાસણમાં સિંહ દર્શન કરશે. સાસણની મુલાકાત દરમિયાન ગીરમાં વસવાટ કરતા આદિવાસી સમાજના લોકો સાથે મુલાકાત કરશે.

રાત્રિ રોકાણ સાસણમાં જ કરશે. આવતીકાલે સવારે દ્વારકા જવા રવાના થશે. જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં રાષ્ટ્રપતિની મુલાકાતના પગલે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી દેવામાં આવી છે.

રાષ્ટ્રપતિ ગુજરાતની મુલાકાતે પધાર્યા હોય ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી દેવામાં આવી છે. સોમનાથમાં પોલીસ દ્વારા 9 તારીખે રૂટ પર રિહર્સલ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ સાસણમાં સિંહ દર્શન કરવાના હોય વનવિભાગ દ્વારા જંગલના માર્ગોનું નિરીક્ષણ, વન્યજીવોનું મોનિટરિંગ અને રૂટની તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે.

ગુજરાત મુલાકાતે આવી રહેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સાંજે સાસણમાં સિંહ દર્શન કર્યા બાદ ગીરમાં જ વર્ષોથી વસવાટ કરતા આદિવાસીઓ સાથે મુલાકાત કરશે. જંગલમાં વસવાટ કરતા આદિવાસીઓના જંગલના સંરક્ષણમાં સહયોગી યોગદાનને બિરદાવશે.