રિપોર્ટ@ગુજરાત: આજથી વડાપ્રધાન મોદી 3 દિવસ ગુજરાતની મુલાકાતે

રિલાયન્સ રિફાઈનરી સ્થિત અનંત અંબાણીના પ્રાણીસંગ્રહાલય અને રેસ્ક્યૂ સેન્ટર 'વનતારા'ની મુલાકાત લેશે.
 
મોદી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

આજથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસ સુધી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ કાલે સાંજે જામનગર આવી પહોંચશે. તેઓ જામનગરમાં રાત્રિરોકાણ કરશે.

રવિવારે સવારે 7 વાગ્યે રિલાયન્સ રિફાઈનરી સ્થિત અનંત અંબાણીના પ્રાણીસંગ્રહાલય અને રેસ્ક્યૂ સેન્ટર 'વનતારા'ની મુલાકાત લેશે.

વનતારામાં લગભગ 4 કલાક રોકાણ કરશે. એ બાદ સાસણ ગીર ખાતે નેશનલ વાઈલ્ડલાઈફ કોન્ફરન્સનું આયોજન થયું છે, જેમાં ભાગ લેશે તેમજ સાસણમાં જ રાત્રિરોકાણ કરશે. સોમવારે સોમનાથ મહાદેવનાં દર્શન કરશે.