રિપોર્ટ@ગુજરાત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી વહેલી સવારે સિંહ દર્શન કરવા પહોંચ્યા

PMની એન્ટ્રી થતાં જ મોદી..મોદી..ની બુમોથી ગીર ગૂંજી ઉઠ્યું હતું.
 
મોદી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ગુજરાતના પ્રવાસે આવેલ છે. રવિવારે જામનગર ખાતે વનતારાની મુલાકાત લીધી હતી.બાદ હેલિકોપ્ટર દ્વારા સોમનાથ પહોંચ્યા હતાં.

જ્યાં મંદિરમાં શાસ્ત્રોક્તવિધિ સાથે સોમનાથદાદાના દર્શન-પૂજન અને આરતી કરી હતી. ત્યારબાદ તેઓ સાસણમાં પહોંચ્યા હતા.જ્યાં વડાપ્રધાન મોદીની ઝલક માટે સોમનાથ બાદ સાસણમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.

સોમનાથથી હેલિકોપ્ટર મારફતે વડાપ્રધાનનું સાસણમાં આગમન થયું હતું. PMની એન્ટ્રી થતાં જ મોદી..મોદી..ની બુમોથી ગીર ગૂંજી ઉઠ્યું હતું. સાસણમાં મોદીએ રાત્રી રોકાણ કર્યું હતું.વડાપ્રધાન નરેન્દ્ર મોદી વહેલી સવારે સિંહ દર્શન કરવા પહોંચ્યા હતા.