રિપોર્ટ@ગુજરાત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે

વાઇબ્રન્ટ સમિટ અને રોડ શોમાં સહભાગી થયા બાદ, પ્રધાનમંત્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવે તેવી પ્રબળ શક્યતા છે. 
 
રિપોર્ટ@ગુજરાત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

 વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 11 જાન્યુઆરીથી ગુજરાતના ત્રણ દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. રાજકોટમાં વાઇબ્રન્ટ સમિટ અને રોડ શોમાં સહભાગી થયા બાદ, પ્રધાનમંત્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવે તેવી પ્રબળ શક્યતા છે. દરમિયાન મહંમદ ગઝનવીએ સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું તેના એક હજાર વર્ષ થશે. ત્યારે તેના સંદર્ભમાં પણ કાર્યક્રમ યોજાશે જેમાં એક હજાર અશ્વ એકત્ર કરાઈ રહ્યા છે.

વડાપ્રધાનની આ સંભવિત મુલાકાતને પગલે ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન સોમનાથ મંદિર કોરિડોર સંદર્ભે પણ ચર્ચા વિચારણ થઈ શકે છે.