રિપોર્ટ@ગુજરાત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાતની મુલાકાતે આવશે
વડાપ્રધાન મોદી 7 માર્ચના રોજ સુરત અને 8 માર્ચના રોજ નવસારીમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.
Feb 22, 2025, 07:21 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાતની મુલાકાતે આવશે લોકસભા,દિલ્હી વિધાનસભા તેમજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની જીત બાદ PM નરેન્દ્ર મોદી પહેલીવાર સુરતની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન મોદી 7 માર્ચના રોજ સુરત અને 8 માર્ચના રોજ નવસારીમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.
7 માર્ચ એટલે કે શુક્રવારે સાંજે નીલગીરી ગ્રાઉન્ડ ખાતે એક વિશેષ કાર્યક્રમ યોજાવાનો છે. જેમાં 2 લાખથી વધુ લોકો હાજર રહેવાની શક્યતાને ધ્યાનમાં રાખીને ડોમની તૈયારીઓ શરૂ કરાઈ છે. આ પછી PM મોદી સુરતના સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરી શકે છે.
આ દરમિયાન સ્થાનિક અગ્રણીઓ અને પાર્ટી નેતાઓ સાથે બેઠક કરે તેવી અટકળો ચાલી રહી છે. 8 માર્ચે PM મોદી નવસારીમાં યોજાનાર વિશ્વ મહિલા દિવસના કાર્યક્રમમાં હાજરી આપશે. આમ, હાલમાં તો તંત્ર તાબડતોબ કામે લાગ્યું છે.