રિપોર્ટ@ગુજરાત: વરસાદના કારણે નવરાત્રિના આયોજનોમાં વિઘ્ન, જાણો વધુ વિગતે

સુરત-નવસારી સહિત 4 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ
 
રિપોર્ટ@સુરત: 2 કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

આજે વહેલી સવારથી જ શહેરમાં વરસાદ શરૂ થઈ ગયો છે. નવરાત્રીના ગરબાના આયોજનોમાં મોટો વિઘ્ન પડવાની શક્યતા ઊભી થઈ છે. માત્ર ગરબા જ નહીં, પરંતુ ભારે વરસાદને કારણે ઉપવાસ અને તાપી કેચમેન્ટ વિસ્તારમાં થઈ રહેલી પાણીની આવકથી સુરતને રાંદેર-સિંગણપોર સાથે જોડતો કોઝ-વે ભયજનક સ્થિતિમાં મુકાયો છે, જ્યાં પાણીની સપાટી ભયજનક સપાટીથી 1.16 મીટર ઉપર એટલે કે 7.16 મીટર પર વહી રહી છે. ગતરોજ પડેલા ભારે વરસાદના કારણે નવસારીના ચીખલી ગામમાં સરકારી ગોડાઉનના પતરાના શેડ ઊડી ગયા હતા.હવામાન વિભાગે જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ભારે વરસાદ રહેશે. નવરાત્રીના બાકીના નોરતામાં ખેલૈયાઓને ગરબા રમવામાં ભંગ પડી શકે છે.

આજે સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં અત્યંત ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપી, ડાંગ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા ગાંધીનગર અમદાવાદ બોટાદ રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ અને દીવમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગે રાજ્ય માટે આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરાતા મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીની સંભાવના છે. સુરત, નવસારી, વલસાડ સહિત અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે, જ્યારે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં પણ આગામી દિવસોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ લાગુ કરવામાં આવ્યા છે. આ કારણે નવરાત્રીના બાકીના દિવસોમાં ખેલૈયાઓના ઉત્સાહમાં ભંગ પડી શકે એવી સ્થિતિ ઊભી થઈ છે.

એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદ રહેશે. જ્યારે રાજકોટ, જૂનાગઢમાં ઓરેન્જ અલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્રીજા દિવસે એટલે કે 30 સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહી શકે તેવી શક્યતા છે.