રિપોર્ટ@ગુજરાત: રિક્ષા ભાડું વધશે, અદાણીએ CNGમાં કિલોએ રૂ1.50 વધાર્યો, જાણો વધુ વિગતવાર
અમદાવાદમાં નવો ભાવ 83.77 રૂપિયા થયો છે. આ પહેલાં ફેબ્રુઆરી, 2026માં 50 પૈસા વધાર્યા હતા.
Apr 3, 2026, 17:20 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રિક્ષા ભાડું વધશે, અદાણીએ CNGમાં કિલોએ રૂ1.50 વધાર્યો.અદાણી CNGના ભાવમાં આજે પ્રતિ કિલોએ 1.50 (દોઢ રૂપિયા)નો તોતિંગ વધારો ઝીંકાયો છે. સીએનજીના ભાવમાં રૂ.1.21ના ઘટાડા બાદ 3 વખતના વધારાથી CNG રૂ. 2.60 જેટલો મોંઘો થયો છે, જેથી અમદાવાદમાં નવો ભાવ 83.77 રૂપિયા થયો છે. આ પહેલાં ફેબ્રુઆરી, 2026માં 50 પૈસા વધાર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, અદાણીના CNG પંપ અમદાવાદ, વડોદરા અને ખેડામાં સૌથી વધુ છે.આ વધારાને પગલે હવે આજથી અદાણી CNG 83.77 રૂપિયામાં વેચાશે. અદાણી ગ્રૂપ દ્વારા CNGના ભાવમાં 2026ની શરૂઆતમાં જ 1.21નો ભાવ ઘટાડો કર્યો હતો, પરંતુ તે બાદ ચાર માસમાં સતત ત્રીજી વખત વધારો સીએનજીમાં ભાવ વધારો ઝીંક્યો હતો.

