રિપોર્ટ@ગુજરાત: શિવ ભક્તો દ્વારા ફૂલોથી કેદારનાથ મંદિરનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દિવાળીનો પવિત્ર તહેવાર હાલમાં ચાલુ છે. વડોદરાના શિવ ભક્તો સંસ્કારી નગરીની આગવી ઓળખ અને ફૂલોની સુગંધ ફેલાવવા વડોદરાથી કેદારનાર ખાતે પહોંચ્યા છે. શિવ ભક્તો દ્વારા ફૂલોથી મંદિરને ભવ્ય શણગાર કરવામાં આવી રહ્યો છે. 15 કારીગરો 18 ક્વિન્ટલ રંગબેરંગી ફૂલો અને કલ્ટ ફ્લાવર દ્વારા ભવ્ય શણગાર કરવામાં આવી રહ્યો છે.
દિવાળીના આ પાવન અવસરે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ વડોદરાના શિવભક્તો અને સ્વેજલ વ્યાસના આયોજન હેઠળ કેદારનાથ ધામમાં ભગવાન મહાદેવના મંદિરનો ભવ્ય ફૂલ શણગાર કરવામાં આવ્યો છે. આ વર્ષે ખાસ રૂપે 18 ક્વિન્ટલ રંગબેરંગી ફૂલો અને કલ્ટ ફ્લાવર વડોદરાથી 10,000 ફૂટની ઉંચાઈએ સ્થિત કેદારનાથ ધામ સુધી પહોંચાડવામાં આવ્યા છે. બરફની ઠંડી વચ્ચે પણ 15 કુશળ કારીગરો દ્વારા મંદિરનો શણગાર શ્રદ્ધા અને સમર્પણથી પૂર્ણ કરવામાં આવી રહ્યો છે. આ દિવ્ય કાર્યનો હેતુ માત્ર સૌંદર્ય નથી, પરંતુ ભક્તિ, સમર્પણ અને એકતાનો સંદેશ સમગ્ર દેશભરમાં પહોંચાડવાનો છે.