રિપોર્ટ@ગુજરાત: રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે આશાવાદ વ્યક્ત કરતા કહ્યું કે 10મી વાયબ્રન્ટ સમિટ ઐતિહાસિક રહેશે
25 દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાશે
Dec 20, 2023, 19:33 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતમાં 10મી વાઈબ્રન્ટ સમિટની તૈયારી તેજ થઈ છે. રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે આશાવાદ વ્યક્ત કરતા કહ્યું કે 10મી વાયબ્રન્ટ સમિટ ઐતિહાસિક રહેશે. 10મી વાઈબ્રન્ટ સમિટમાં 25 દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાશે. અત્યાર સુધી 72 દેશોમાંથી 75 હજાર ડેલિગેટે રજિસ્ટ્રેશન કરાવ્યા છે.
વાઈબ્રન્ટ સમિટ માટે રાજ્ય સરકારે 11 દેશોમાં રોડ શો કર્યા છે તેમજ દેશના 10 મોટા શહેરના ઉદ્યોગપતિઓ સાથે ચર્ચા કરવામાં આવી છે. સમિટના 3 દિવસ દરમિયાન 20 સેમિનાર યોજવામાં આવે છે. વાઈબ્રન્ટ સમિટમાં અત્યાર સુધીમાં 21 લાખ 33 હજાર 299 કરોડના MoU થયા છે.