રિપોર્ટ@ગુજરાત: સ્વીફ્ટ કાર ગરમીને કારણે અચાનક સળગી, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે
ચાલકનો આબાદ બચાવ
Updated: May 28, 2024, 08:02 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં આગ લાગવાના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આગ લાગવાનો ભયાનક બનાવ સામે આવતો હોય છે. હાલ કચ્છ જિલ્લામાં ચોમેર પ્રખર તાપનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ત્યારે આજે સવારના ભાગે ભુજ મુન્દ્રા રોડ પર બાબીયા પાટિયા નજીક ભુજ તરફ જતી સ્વીફ્ટ કાર ગરમીને કારણે અચાનક ભડ ભડ અગનજ્વાળાઓ સાથે સળગી ઉઠી હતી.
ઘટનાને પગલે ચાલકે ત્વરિતે સમયસૂચકતા વાપરી ગાડીને રોડ નીચે ઉતારી કુદકો લગાવી દેતાં તેનો આબાદ બચાવ થયો હતો. અને ત્યાર બાદ આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં માર્ગ પરથી પસાર થતા લોકોનું ટોળું જમા થઇ ગયું હતું.
મોડી સાંજે પ્રાપ્ત અહેવાલ મુજબ સ્વીફ્ટ સીતેર ટકા જેટલી સળગી ગઈ હોવાનું જણાઈ આવ્યું હતું.