રિપોર્ટ@ગુજરાત: ટેન્કર અને અજાણ્યા વાહન વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો, 1નું મોત

કેબિનમાં ડ્રાઈવર ફસાયો હતો
 
 રિપોર્ટ@ગુજરાત: ટેન્કર અને અન્ય અજાણ્યા વાહન વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો, 1નું મોત 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં અવાર-નવાર અકસ્માતની ભયાનક દુર્ઘટનાઓ સામે આવતી હોય છે. અમદાવાદ મુંબઈ એક્સપ્રેસ વે વડોદરા પાસે ટેન્કર અને અન્ય અજાણ્યા વાહન વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટેન્કરમાં ચાલક ફસાયો હોવાનો કોલ વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સેવાને મળતા તાત્કાલિક છાણી ટીપી 13 ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક રવાના થઈ હતી અને ઘટના સ્થળે પહોંચી ચાલકનું રેસ્ક્યુ કર્યું હતું. જો કે ટેન્કર ચાલનું મોત થયું હોવાનું ફાયર વિભાગે જણાવ્યું હતું.


આ બનાવ અમદાવાદથી આવતા વડોદરા પાસે આવેલ ટોલ ટેક્સ આગળ વડોદરા એક્સપ્રેસ વે નજીક થયો હતો. જેમાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા કામગીરી કરાઈ હતી અને બાદમાં ચાલક ફસાયો હોવાનો કોલ વડોદરા ફાયર વિભાગને આપવામાં આવ્યો હતો. જે બાદ વડોદરા છાણી ટીપી 13 ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પોહચી અત્યાધુનિક સાધનોની મદદથી ભારે જહેમત બાદ ચાલકને બહાર કાઢ્યો હતો. જો કે આ ફસાયેલા ચાલકનું મોત થયું હોવાનું ફાયર વિભાગે જણાવ્યું હતું. આ બનાવ અંગે ટીપી 13 ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર અનિરુદ્ધસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, અમને 10 વાગે કોલ મળ્યો હતો. રેસ્ક્યુની કામગીરી કરતા અડધો કલાક લાગ્યો હતો. જેમાં 7 મેમ્બર મળી કામગીરી કરી હતી. અત્યાધુનિક સાધનો વડે ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. પરંતુ ચાલકનું આ અકસ્માતમાં મોત થયું છે. આ ચાલકનું નામ શિવાલય યાદવ હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગે હાઇવે સુપરવાઈઝર વિશાલ પરમારે જણાવ્યું હતું કે, આ અકસ્માત અંગે અમને જાણ થતાં અમે ત્યાં પહોંચ્યા હતા. ત્યાં માત્ર ટેન્કર હતી અને તેની કેબિનમાં ડ્રાઈવર ફસાયેલ હાલતમાં હતો. તેના રેસ્ક્યુ માટે ફાયર વિભાગને કોલ આપ્યો હતો. અજાણ્યા વાહન ચાલક સાથે અકસ્માત થયો છે અને અન્ય કોઈ વાહન ત્યાં જણાયું નથી. ચાલકનું મોત થયું છે અને તે આજમગઢનો હોવાનું હાલમાં જાણવા મળ્યું છે. હાલમાં એક્સપ્રેસ વે પર ટ્રાફિક ન થાય તે માટે વાહન હટાવવાની કામગીરી ચાલી રહી છે.