રિપોર્ટ@ગુજરાત: ઠાકોર સમાજ દ્વારા દિયોદરના ઓગડધામમાં વિશાળ 'બંધારણ મહાસંમેલન'નું આયોજન, જાણો વધુ વિગતે

આ મહાસંમેલનમાં સમાજ સુધારણા અને કુરિવાજો નાબૂદી જેવા 16 જેટલા વિવિધ મુદ્દાઓ પર ગહન ચર્ચા કરવામાં આવશે.
 
રિપોર્ટ@ગુજરાત: ઠાકોર સમાજ દ્વારા દિયોદરના ઓગડધામમાં વિશાળ 'બંધારણ મહાસંમેલન'નું આયોજન, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

આજે ઠાકોર સમાજ દ્વારા મહાસંમેલનું આયોજન કરવામાં આવ્યું છે. બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણ જિલ્લાના ઠાકોર સમાજ દ્વારા દિયોદર તાલુકાના ઓગડધામ ખાતે આજે એક વિશાળ 'બંધારણ મહાસંમેલન'નું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ માટે એક આધુનિક અને સર્વગ્રાહી સામાજિક બંધારણની રચના કરી અમલીકરણ કરવાનો છે.

આ મહાસંમેલનમાં સમાજ સુધારણા અને કુરિવાજો નાબૂદી જેવા 16 જેટલા વિવિધ મુદ્દાઓ પર ગહન ચર્ચા કરવામાં આવશે. છેલ્લા 15 દિવસથી આ જિલ્લાઓના 27 તાલુકાના પ્રતિનિધિઓ, સામાજિક કાર્યકરો અને ધાર્મિક નેતાઓએ સાથે મળીને આ બંધારણનો મુસદ્દો તૈયાર કર્યો છે.