રિપોર્ટ@ગુજરાત: આજથી શરૂ થનારા નવરાત્રિ પર્વમાં કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસ તંત્ર સજ્જ

લોકોની સુરક્ષા-સલામતી જાળવવા પોલીસ આ વખતે ડ્રોન સર્વેલન્સ, SHE ટીમ, પેટ્રોલિંગ ટીમ, ઘોડે સવાર જવાનો, બોડીવોર્ન કેમેરા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરવા જઈ રહી છે..
 
બ્રેકિંગ@ગુજરાત: કોરોનાના કેસો ઘટતાં ગરબા માટે મળશે મંજૂરી ? જાણો સરકાર શું લઇ શકે નિર્ણય ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજથી નવરાત્રિનો પવિત્ર તહેવાર ચાલુ થઇ ગયો છે. આ તહેવાર 9 સુધી ઉજવવામાં આવે છે. આજથી શરૂ થનારા નવરાત્રિ પર્વમાં કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસ તંત્ર સજ્જ થઇ ગયું છે. લોકોની સુરક્ષા-સલામતી જાળવવા પોલીસ આ વખતે ડ્રોન સર્વેલન્સ, SHE ટીમ, પેટ્રોલિંગ ટીમ, ઘોડે સવાર જવાનો, બોડીવોર્ન કેમેરા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરવા જઈ રહી છે.

ગુજરાતીઓ બિન્દાસ ગરબે રમી શકે તે માટે પોલીસ આખીરાત ખડેપગે રહેશે. અમદાવાદમાં ગુનેગારોને શોધવા માટે અમદાવાદ પોલીસ એસ.જી. હાઇવે, સિંધુ ભવન રોડ, GMDC ગ્રાઉન્ડ સહિતના સ્થળોએ 100 AI કેમેરા લગાવ્યા છે. સુરત, વડોદરા અને રાજકોટમાં પણ પોલીસે AI કેમેરા લગાવ્યા છે...આ કેમેરામાં આરોપી રડારમાં આવતા જ પોલીસને એલર્ટ કરશે.

સુરતમાં આ વખતે 17 મોટા આયોજનો ઉપરાંત 2700 જગ્યાએ ભવ્ય નવરાત્રિ યોજાશે. કોઈ પણ અપ્રિય ઘટના ન બને આ માટે સુરત પોલીસ પણ હાઈ એલર્ટ પર છે. 37 સિટીમાં લગભગ 150થી પણ વધુ પોલીસકર્મીઓ પરંપરાગત વેશભૂષામાં ખેલૈયાઓ સાથે ગરબા રમશે. લગભગ 3 હજાર પોલીસ અલગ-અલગ ગરબા આયોજનો પર તહેનાત જ રહેશે.