રિપોર્ટ@ગુજરાત: ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલી ધો.10 અને 12ની પરીક્ષાનું આજે પરીણામ જાહેર થશે
2026ની પરીક્ષામાં ધોરણ 12 સાયન્સના 1,19,263 અને સામાન્ય પ્રવાહના 5,01,286 એમ કુલ 6.20 લાખ પરીક્ષાર્થી હતા.
May 4, 2026, 08:48 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાત બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચમાં લેવાયેલી ધો.10 અને 12ની પરીક્ષાનું પરીણામ આજે સવારે 10 વાગ્યે જાહેર થશે. ધોરણ 12 સાયન્સ, કોમર્સ અને આર્ટસ એમ ત્રણેય પ્રવાહ અને ગુજકેટનું પરિણામ આવશે. 2026ની પરીક્ષામાં ધોરણ 12 સાયન્સના 1,19,263 અને સામાન્ય પ્રવાહના 5,01,286 એમ કુલ 6.20 લાખ પરીક્ષાર્થી હતા.
આ વર્ષે ફેબ્રુઆરી અને માર્ચમાં યોજાયેલી ધોરણ 10ની પરીક્ષા માટે 9,07,175 ,ધોરણ 12 સાયન્સના 1,19,263 અને સામાન્ય પ્રવાહના 5,01,286 વિદ્યાર્થીઓ એમ કુલ 15,27,724 વિધાર્થીઓ નોંધાયા હતા.

