રિપોર્ટ@ગુજરાત: નવા મંત્રીમંડળની શપથવિધિ શરુ, 7 પાટીદાર, 8 OBC, 3 SC અને 4 ST, 3 મહિલા પણ શપથ લેશે
યાદીમાં અમૃતિયા, મોઢવાડિયા, વાઘાણી, રિવાબા, દર્શના વાઘેલા નવા ચહેરા છે.
Oct 17, 2025, 12:48 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતના નવા મંત્રીમંડળની શપથવિધિ શરુ થઈ ગઈ છે. CM ભૂપેન્દ્ર પટેલ સહિત 26 મંત્રીઓ બનાવાયા છે. યાદીમાં અમૃતિયા, મોઢવાડિયા, વાઘાણી, રિવાબા, દર્શના વાઘેલા નવા ચહેરા છે. ગુજરાત રાજ્યનું નવું મંત્રીમંડળ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે વિજ્ય મુહૂર્તમાં શપથ લેશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવશે.
નવા મંત્રીમંડળમાં CM સહિત 7 પાટીદાર, 8 OBC, 3 SC અને 4 STનો સમાવેશ થાય છે. જેમાં 3 મહિલા પણ શપથ લેશે. રિપીટ કરાયેલા મંત્રીઓને ખુદ મુખ્યમંત્રીએ ફોન કરીને જાણ કરી હતી અને કહ્યું હતું કે આપણે સાથે છીએ તમારે શપથ લેવાના છે. તો નવા મંત્રીઓને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ફોન કરીને જાણ કરી હતી.

