રિપોર્ટ@ગુજરાત: ડાર્ક મોડ પર ફોનને ચલાવવાના છે અનેક ફાયદા, જાણો વિગતે

ડાર્ક મોડ આંખો પર નહીં પડે વધારે પ્રેશર
 
રિપોર્ટ@ગુજરાત: ડાર્ક મોડ પર ફોનને ચલાવવાના છે અનેક ફાયદા, જાણો વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સ્માર્ટફોન કંપનીઓ તેમના યુઝર્સની સુવિધા માટે લગભગ દરેક સ્માર્ટફોનમાં ડાર્ક મોડ આપે છે. પરંતુ ઘણા લોકો આ ફીચરનો ઉપયોગ કરતા નથી અથવા તેઓ આ ફીચર વિશે જાણતા નથી. આ સુવિધા તમારા સ્માર્ટફોનમાં તમારી આંખોની સેફ્ટી માટે આપવામાં આવી છે, જેનો ઉપયોગ દરેક યુઝરે કરવો જોઈએ. આજકાલ મોબાઈલ ફોનનો ઉપયોગ દરેક ઉંમરના લોકો કરે છે, પછી તે બાળકો હોય કે વૃદ્ધ લોકો.

આવામાં આ બંનેના હાથમાં જ્યારે પણ સ્માર્ટફોન આપવામાં આવે છે, ત્યારે તેમને ફક્ત ડાર્ક મોડમાં જ વાપરવા માટે સ્માર્ટફોન આપવો જોઈએ.

આજે તમને તમારા સ્માર્ટફોનને ડાર્ક મોડ પર કેમ ચલાવવો જોઈએ તેના ફાયદા જણાવીશું. તેનાથી તમને ઘણા ફાયદા થશે, તમારા બાળકોને સ્માર્ટફોનના કારણે ચશ્મા પહેરવાની પરેશાનીનો સામનો નહીં કરવો પડે.

સ્માર્ટફોનમાં ડાર્ક મોડને ઈનેબલ કર્યા પછી, સ્ક્રીન પર દેખાતી વસ્તુઓ બ્લેક બેકગ્રાઉન્ડ સાથે બતાવવામાં આવે છે, તેનાથી તમારી આંખો પર વધુ પ્રેશર નથી પડતું. આ સિવાય આ મોડમાં તમે તમારી અનુકૂળતા મુજબ કોન્ટ્રાસ્ટને વધારી અથવા ઘટાડી શકો છો.

આજકાલ મોટા ભાગના લોકો મોબાઈલ પર ડિપેન્ડ છે, જેના કારણે મોબાઈલનો દિવસભર ઉપયોગ થાય છે, આવામાં તેની બેટરી પર ઘણી અસર થાય છે. જો તમે તમારા ફોનમાં ડાર્ક મોડ ચાલુ કરો છો, તો તમારા સ્માર્ટફોનની બેટરીનો વધુ વપરાશ થશે નહીં.

ડાર્ક મોડ ઓન કર્યા બાદ તમે જે ટેક્સ્ટની બ્રાઈટ લાઈટ સરળતાથી જોઈ શકાય છે જેથી તમે કોઈપણ કન્ટેન્ટને સરળતાથી વાંચી શકો. દરેક રીતે કન્ટેન્ટ કલર કોન્ટ્રાસ્ટ સાથે સેટ કરીને બતાવવામાં આવે છે.

ડાર્ક મોડ ઓન કર્યા પછી તે સ્ક્રીનમાંથી જે બ્લૂ લાઈટ નીકળે છે તેને ઘટાડે છે. જો તમે ડાર્ક મોડ પર ફોનનો ઉપયોગ નથી કરતા, તો તમારે ઊંઘ ન આવવાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.