રિપોર્ટ@ગુજરાત: મહાનગરપાલિકામાં 140 કોર્પોરેટરોની ટિકિટ કપાશે,70 ટકાથી વધારે કોર્પોરેટરોને ઘરભેગા કરાશે.

ચૂંટણીઓને લઈને ગુજરાત ભાજપ મહાનગરપાલિકાની બેઠકો પર આજે 8 એપ્રિલ અને આવતીકાલે 9 એપ્રિલે ચર્ચા કરશે
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ગુજરાત ભાજપ મહાનગરપાલિકાની બેઠકો પર આજે 8 એપ્રિલ અને આવતીકાલે 9 એપ્રિલે ચર્ચા કરશે. રાજ્ય ચૂંટણી પંચની નવી મતદાર યાદી, અનામત રોટેશન, જાતિગત સમીકરણ, ભાજપના નિયમો અને પાર્લામેન્ટરી બોર્ડમાં નક્કી થયેલી નીતિ મુજબ રાજ્યની સૌથી મોટી અમદાવાદ મહાનગરપાલિકામાં 140 કોર્પોરેટરોની ટિકિટ કપાઈ શકે છે. 70 ટકાથી વધારે કોર્પોરેટરોને ઘરભેગા કરાશે.

ભાજપના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ભાજપે મહાનગરપાલિકામાં સ્વચ્છ છબી ધરાવનારા અને બિનવિવાદાસ્પદ લોકોને ચૂંટણી મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો છે. 60 વર્ષથી ઉપર અને ત્રણ ટર્મ ચૂંટણી લડીને કોર્પોરેટર બની ચૂકેલા એક પણ કોર્પોરેટરને ટિકિટ આપવામાં આવશે નહી. SIRના કારણે મતદારો ઓછા વધ્યા છે અને જાતિગત સમીકરણ પણ બદલાયું છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકામાં અલગ અલગ કારણોસર કયા કોર્પોરેટરની ટિકિટ કપાઈ છે, કોને ટિકિટ મળી શકે અને ફરીથી રિપીટ થઈ શકે તેવા ઉમેદવારોનું  એનાલિસિસ કર્યું છે.