રિપોર્ટ@ગુજરાત: આજે 1 મનપા અને 66 નગર પાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થશે
66 નગરપાલિકામાં 61.65 ટકા મતદાન થયું છે.
Feb 18, 2025, 07:37 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે ચૂંટણીનું પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે. ગુજરાત યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થશે. ભાજપ અને કોંગ્રેસ બંન્ને પક્ષોએ જીતના દાવા કર્યા છે.
બપોર સુધીમાં પરિણામો સ્પષ્ટ થઈ જશે. 66 નગરપાલિકામાં 61.65 ટકા મતદાન થયું છે. વર્ષ 2018માં યોજાયેલી ચૂંટણીમાં 65 ટકા મતદાન થયુ હતું જેની સરખામણીમાં વર્ષ 2025માં 3.35%નો ઘટાડો થયો છે.