રિપોર્ટ@ગુજરાત: મુશળધાર વરસાદના કારણે ફેમસ જમજીર ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો
જમજીર ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો
Jul 27, 2024, 11:01 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે. કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ગણી જગ્યાએ પૂરની સ્થિતિ ઉભી થઈ છે. ગીરમાં ઉપરવાસમાં પડેલા મુશળધાર વરસાદના કારણે ફેમસ જમજીર ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે.
ત્યારે આ ધોધનો ડ્રોન નજારો કેમેરામાં કેદ થયો છે. જેનો આકાશી દૃશ્યોવાળો અદભુત નજારો જોવા મળ્યો છે. ગીરગઢડાના જામવાળા ગીરમાં આવેલા લોકપ્રિય જમજીર ધોધને હજારો ફુટ ઉંચાઇ પરથી લીધેલા આ દૃશ્યો જે ગીરમાં ઉપરવાસમાં પડેલા મુશળધાર વરસાદના કારણે જળ બંબાકાર થયો છે.
નદીઓ વહેતી થઈ છે તો ડેમો પણ ઓવરફ્લો થયા છે. ત્યારે જામવાળા ગીર જંગલમાં આવેલો શિંગોડા ડેમના ત્રણ દરવાજા ખોલાતા શિંગોડા નદી ગાંડીતુંર બની છે. નદીના બંન્ને કાંઠે પાણી વહેતાં શિંગોડા નદીમાં આવેલા ફેમસ જમજીર ધોધના રોદ્ર સ્વરૂપની સાથે આહલાદક નજારો પણ જોવા મળી રહ્યો છે.