રિપોર્ટ@ગુજરાત: ટાઉન પ્લાનિંગ ઓફિસર અને તેના મળતીયાને 20 લાખની લાંચ લેતા એસીબીની ટીમે રંગે હાથ ઝડપ્યા
લાંચ લેતા એસીબીની ટીમે રંગે હાથ ઝડપ્યા
Aug 2, 2024, 08:16 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં લંચના કેસ દિવસે-દિવસે ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી લાંચના કેસ સામે આવતા હોય છે. રાજકોટ અગ્નિકાંડની ઘટનામાં ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીએ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું સામે આવ્યું હતું.
ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ એન્ડ એસ્ટેટ વિભાગના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર અને તેના મળતીયાને 20 લાખની લાંચ લેતા એસીબીની ટીમે રંગે હાથ ઝડપ્યા છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવેલા મકાનો અને દુકાનોના ભાડુઆત અને ફરિયાદીને વૈકલ્પિક વ્યવસ્થા માટે કામગીરી પૂર્ણ કરવા 50 લાખની લાંચ માંગી હતી. જે રકઝકના અંતે 20 લાખ આપવાનું નક્કી થયું હતું. એસીબીની ટીમે છટકું ગોઠવી આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભોજક અને તેના મળતીયા આશિષ પટેલને ઝડપી લીધા હતા.