રિપોર્ટ@ગુજરાત: વેપારીઓએ સમગ્ર અંબાજી બંધનું એલાન કર્યું, 200 ટેક્સી ચાલકોની હડતાળ પર ઉતર્યા

200 ટેક્સી ચાલકોની હડતાળ પર ઉતર્યા 
 
રિપોર્ટ@ગુજરાત: વેપારીઓએ સમગ્ર અંબાજી બંધનું એલાન કર્યું, 200 ટેક્સી ચાલકોની હડતાળ પર ઉતર્યા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં કેટલીક ઘટનાઓના કારણે બંધનું એલાન કરવામાં આવતું હોય છે. અંબાજી બંધનું એલાન કરવામાં આવ્યું છે. અંબાજીના વેપારીઓએ ગઈકાલે બપોરે માનસરોવર ખાતે મિટિંગ યોજી હતી.

જેમાં મોટા ભાગના વેપારીઓ ભેગા થઈને અંબાજીમાં વધતી ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવામાં આવે તેવી માગ સાથે આવેદનપત્ર આપવા જેવી અનેક ચર્ચાઓ કરવામાં આવી હતી અને અંબાજી ગામ બંધ રહેશે તેવું અંબાજીના વેપારીઓએ નક્કી કર્યું હતું. ત્યાર બાદ સાંજે અંબાજી પોલીસ સ્ટેશનમાં વેપારીઓએ સાથે અંબાજી પોલીસે મિટિંગ યોજી હતી.

આ મિટિંગમાં અંબાજીના PSI સાથે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી અને પોલીસના આશ્વાસન બાદ બજાર ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ રાત્રે અંબાજીમાં અલગ અલગ જગ્યાએ ગ્રામજનો અને વેપારીઓની નાની-મોટી મિટિંગોનો દોર ચાલુ થઈ ગયો હતો અને છેલ્લે સમગ્ર અંબાજી એક થઈ બંધનું એલાન કર્યું હતું. જે બાદ આજે અંબાજી સજ્જડ બંધ રહ્યું હતું અને તેમની સાથે 200 જેટલા ટેક્સી ચાલકો પણ હડતાળમાં ઉતર્યા છે.