રિપોર્ટ@ગુજરાત: નર્મદા કેનાલ પાસે સેલ્ફી લેવા માટે ગયેલા 2 મિત્રોના મોત નીપજ્યા

 યુવકનો પગ લપસ્યો

 
રિપોર્ટ@ગુજરાત: નર્મદા કેનાલ પાસે સેલ્ફી લેવા માટે ગયેલા 2 મિત્રોના મોત નીપજ્યા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં મોતના બનાવો ખુબજ વધી ગયા છે.  કડી તાલુકાના બોરીસણા ગામની સીમમાંથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાં અમદાવાદથી પરિવાર સાથે ગાડી લઈને કડી મેલડી માતાજીના મંદિરે દર્શન કરી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે, કેનાલ પર સેલ્ફી ફોટો લેવા જતાં પગ લપસતા પાણીમાં ગરકાવ થયેલાા યુવકને તેનો મિત્ર બચાવવા જતાં તે પણ પાણીમાં ગરગાવ થઈ ગયો હતો. ઘટનાને લઇ ફાયર ફાઈટરના કર્મચારીઓ તેમજ સ્થાનિક તરવૈયાઓ દોડી આવ્યા હતા, તેમજ પોલીસ પણ આવી પહોંચી હતી અને લાશની શોધખોળ હાથ ધરી હતી.


​અમદાવાદના ચેનપુર ખાતે રહેતા કૌશિકભાઈ રાવત પરિવાર સાથે રવિવારે કડીના મેલડી માતાજીના મંદિરે દર્શન કરવા પરિવાર સાથે ઇકો ગાડી લઈને આવ્યા હતા. દર્શન કરી કૌશિકભાઇ તેમજ તેમના પત્ની હીનાબેન તથા તેમના બે બાળકો તેમજ તેમના મિત્રો સાથે તેઓ દર્શન કરીને પોતાના ઘરે અમદાવાદ ખાતે જઈ રહ્યા હતા. ત્યારે કડીના થોળ રોડ ઉપર આવેલી બોરીસણા ગામની સીમમાં પસાર થતી નર્મદા કેનાલ પર આવેલા પાવર સ્ટેશન ખાતે ગાડી લઈને ઉભા રહ્યા હતા. કૌશિકભાઈ કેનાલમાં ઉતરી સેલ્ફી ફોટો પાડી રહ્યા હતા ત્યારે, તેમનો પગ લપસતા તેઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.


અમદાવાદના ચેનપુર ખાતે રહેતા રાવત કૌશિકભાઈ, સેનામા ધવલ, કૌશિકભાઈના પત્ની હીનાબેન, તેમના બે બાળકો રાકેશભાઈ અને કમલેશભાઈ ઈકો ગાડી લઈને મેલડી માતાજીના દર્શન કરી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે, રસ્તામાં બોરીસણા ગામની સીમમાં આવેલી સૌરાષ્ટ્ર તરફ જતી મુખ્ય નર્મદા કેનાલ પર આવેલા પાવર સ્ટેશન ખાતે ગાડી ઉભી રાખી હતી.


કૌશિકભાઈના બાળકો તેમજ તેમના પત્ની અને અન્ય બે મિત્રો ગાડી આગળ ઉભા હતા તેમજ કૌશિકભાઇ અને તેનો મિત્ર ધવલ નર્મદા કેનાલમાં નીચે ઉતરી સેલ્ફી ફોટો પાડવા ગયા હતા. જ્યાં કૌશિકભાઈ સેલ્ફી ફોટો પાડી રહ્યા હતા ત્યારે, અચાનક જ તેમનો પગ લપસી પડ્યો હતો અને નર્મદા કેનાલના પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જ્યાં તેમનો મિત્ર ધવલ કૌશિકભાઇને બચાવવા જતાં તે પણ પાણીમાં ગરગાવ થઈ ગયો હતો. જે બાદ તેમના પત્ની અને તેમના મિત્રોને જાણ થતાં તેઓએ નર્મદા કેનાલના કિનારે પહોંચ્યા હતા પરંતુ બંનેની ભાળ ન મળતા તેઓએ પરિવારજનોને તેમજ કડી પોલીસને જાણ કરી હતી.


જેથી કડી પીઆઇ, પી.એસ.આઇ તેમજ પોલીસ સ્ટાફનો કાફલો દોડી આવ્યો હતો. પોલીસે મહેસાણા ફાયર તેમજ સ્થાનિક તરવૈયાઓને જાણ કરી હતી. જેથી ફાયર તેમજ સ્થાનિક તરવૈયાઓએ તેઓની શોધખોળ હાથ ધરી હતી પરંતુ મોડી સાંજે અંધારું થઈ જતાં બંનેની લાશનો પત્તો મળ્યો ન હતો. બે મિત્રો પાણીમાં ગરકાવ થઈ જતા પરિવારમાં શોક પ્રસરી ગયો હતો.


​​​​​​​કડી તાલુકાના બોરીસણા ગામની સીમમાંથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલ પર પાવર સ્ટેશન આવેલું છે તેમજ નર્મદા કેનાલ પર ધોધ પડી રહ્યો છે. આ સ્થળ એક પર્યટન સ્થળ તરીકે જાણીતું છે. જ્યાં તાલુકાના તેમજ શહેરના અનેક લોકો અહીંયા ફરવા માટે આવતા હોય છે. અમદાવાદથી આવેલો પરિવાર મેલડી માતાજીના દર્શન કરી અહીંયા આગળ ધોધને જોવા માટે ઉભો હતો. જ્યાં સેલ્ફી પાડતા એક યુવક પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. તેને બચાવતા તેનો મિત્ર પણ પાણીમાં ગરકાવ થયો હતો. તરવૈયાઓએ શોધખોળ હાથ ધરી હતી પરંતુ મોડી સાંજ સુધી બંનેની લાશનો કોઈ જ પત્તો લાગ્યો ન હતો.