રિપોર્ટ@ગુજરાત: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ ભાડજ ખાતે 447 કરોડનાં વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજેથી બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. તેઓ એસજી હાઈવે ખાતે મેગા મેડિકલ કેમ્પમાં હાજરી આપી

 
રિપોર્ટ@ગુજરાત: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ ભાડજ ખાતે 447 કરોડનાં વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવેલા છે. તેઓ નવા કેટલાક કાર્યોની લોકાર્પણ કરશે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે મંગળવારથી બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. તેઓ એસજી હાઈવે ખાતે મેગા મેડિકલ કેમ્પમાં હાજરી આપી ગોતા ખાતે વેજિટેબલ માર્કેટનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ ભાડજ ખાતે 447 કરોડનાં વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. અહીં તેઓ લોકોને સંબોધન કરશે.

સાંજે શાહીબાગ ખાતે નવી પોલીસ કમિશનર ઓફિસનું ઉદ્ઘાટન કરશે. રાત્રે 8 વાગ્યે વસ્ત્રાપુર GMDC ગ્રાઉન્ડમાં વાઇબ્રન્ટ નવરાત્રિ 2024નો શુભારંભ ગૃહમંત્રીના હસ્તે કરાશે. રાત્રે નારણપુરા અને વેજલપુરની સોસાયટીઓમાં ગરબા કાર્યક્રમમાં હાજરી આપશે. બીજા દિવસે સાંજે માણસાના બીલોદરામાં પ્રતિમાના અનાવરણ કાર્યક્રમમાં હાજરી આપી મોડી સાંજે તેમના વતનમાં માતાજીની આરતી અને દર્શન કરશે.

એસજી હાઈવે પર કારગિલ પેટ્રોલ પંપ નજીક બળદેવગીરી હોલમાં મેગા મેડિકલ કેમ્પમાં હાજરી આપી હતી. ત્યારબાદ સોલા સિવિલ હોસ્પિટલમાં ટેલિ રિહેબિલેશન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ બળદેવગીરી હોલની બાજુમાં ગોતા વેજિટેબલ માર્કેટનું લોકાર્પણ કર્યું હતું. બાદમાં ભાડજમાં નવી બનાવેલી પ્રાથમિક શાળાનું પણ લોકાર્પણ કર્યું હતું. ભાડજ ગામમાં જાહેર સભાનું આયોજન કરાયું છે. જ્યાં ગાંધીનગર લોકસભા સહિત અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભા બેઠકના 447 કરોડનાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે.

લોકાર્પણ કાર્યક્રમ બાદ સીધા તેઓ સાણંદમાં ધારાસભ્ય કનુભાઈ પટેલના કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે અને ત્યાંથી નળ સરોવર રોડ પર સાણંદ વિધાનસભાના કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપશે. સાંજે 5 વાગ્યે અમદાવાદમાં શાહીબાગમાં નવી પોલીસ કમિશનર કચેરીનું ઉદ્ઘાટન કરશે. રાત્રે 8 વાગ્યે GMDC ગ્રાઉન્ડમાં વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ કરાવશે. બીજા દિવસે 4 ઓક્ટોબરે સાંજે માણસા તાલુકાના બિલોદરા ગામે સ્કૂલમાં પ્રતિમાના અનાવરણ કાર્યક્રમમાં હાજરી આપશે. સાંજે માણસામાં માતાજીની આરતીમાં હાજરી આપશે.

3 ઓક્ટોબર, 2024ની સાંજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરીના નવા બિલ્ડિંગનું લોકાર્પણ કરશે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા હાલ આ બાબતે તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ખાસ કરીને આ કાર્યક્રમમાં 700 VVIP સહિત 12,000 લોકો હાજર રહેશે. આ બધાની સાથે અમદાવાદ શહેર પોલીસની એક નવી સફર શરૂ થવા જઈ રહી છે.

અમદાવાદ શહેરના પોલીસ હેડ ક્વાર્ટર ખાતે અત્યાધુનિક સુવિધા ધરાવતું નવું બિલ્ડિંગ તૈયાર છે. હાઈફાઈ સુવિધા સાથે સજ્જ આ બિલ્ડિંગમાં સાતમા માળે પોલીસ કમિશનર બેસશે. બિલ્ડિંગમાં બે માળના બેઝમેન્ટ પાર્કિંગમાં 3 હજાર કાર સહિતનાં વાહનો પાર્ક કરી શકાય છે. તો શહેરના મોનિટરિંગ માટે 180ની સિટિંગ કેપેસિટી સાથેનું ખાસ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર બનાવાયું છે. બિલ્ડિંગમાં કોન્ફરન્સ રૂમ અને કેન્ટીન પણ છે. અલગ અલગ માળ પર વિવિધ સુવિધા સાથે સજ્જ છે. મુલાકાતીઓને એરપોર્ટની માફક અહીં સ્કેનિંગ બાદ જ એન્ટ્રી મળશે.

આ બિલ્ડિંગમાં અમદાવાદની જૂની પોલીસ કમિશનર કચેરીનો સ્ટાફ ખસેડીને નવી જગ્યા પર કાર્યરત થશે, જે માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. આ બિલ્ડિંગની ખાસ વાત કરવામાં આવે તો બિલ્ડિંગમાં એન્ટ્રેન્સમાં સિક્યોરિટી ચેકિંગ રાખવામાં આવ્યું છે, જેમાં મેટલ ડિટેક્ટરથી લઈને તમામ વ્યવસ્થા રાખવામાં આવી છે. જે રીતે એરપોર્ટ પર સ્કેનિંગ બાદ જ એન્ટ્રી મળે છે, તે રીતે જ અહીંયાં બે ગેટ પર એન્ટ્રીની વ્યવસ્થા છે.

અહીંયાં પોલીસ કમિશનર એડમિન સ્પેશિયલ બ્રાન્ચ કન્ટ્રોલરૂમ કન્ટ્રોલ ડીસીપીના સહિતના અધિકારીઓની ઓફિસ રાખવામાં આવી છે, તેની સાથે પીસીબી અને અન્ય બ્રાન્ચના લોકો માટે બેસવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સિનિયર અધિકારીઓના જણાવવા પ્રમાણે આ બિલ્ડિંગમાં દરેક માળ ઉપર પોલીસ કમિશનર કચેરીમાં બે પ્રકારની વ્યવસ્થા છે, તેનાથી હટકે અને લોકોને મદદરૂપ થઈ શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમ કે, સામાન્ય રીતે લોકોને સ્પેશિયલ બ્રાન્ચની જરૂર પડતી હોય છે, જેમાં ખાસ કરીને મંજૂરી અને અન્ય બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે. તે માટે પ્રથમ માળ પર આખી વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યારબાદ પ્રથમ માળ પર ડીસીપી કન્ટ્રોલની કચેરી એડમિનિસ્ટ્રેશન અને સ્પેશિયલ બ્રાન્ચની કચેરી પણ પ્રથમ માળ પર રાખવામાં આવી છે.

અહીંયાં બનાવવામાં આવેલો કમાન્ડ એન્ડ કન્ટ્રોલરૂમ અત્યાધુનિક સુવિધાઓથી છે, જેમાં શહેરના અલગ અલગ જગ્યાએ લગાવવામાં આવેલા 700 જેટલા કેમેરાનું મોનિટરિંગ થશે, તેની સાથે મહિલાઓને એમની મદદ માટેના શરૂ કરાવેલા પ્રોજેક્ટની તમામ દેખરેખ પણ અહીંયાં રાખવામાં આવશે. એક જ જગ્યાએથી મોનિટરિંગ કરીને જે તે ઝોનના ડીસીપી તેમજ સ્થાનિક અધિકારીઓને જાણ કરવામાં આવશે. આ બધાની વચ્ચે આર્કિટેક્ચરની દૃષ્ટિએ વેન્ટિલેશનનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. સાત માળની બિલ્ડિંગમાં સાતમા માટે પોલીસ કમિશનરની કચેરી રાખવામાં આવી છે, જ્યાં કમિશનર બેસશે.