રિપોર્ટ@ગુજરાત: ઉનાળામાં પીવાના પાણી માટે વલખા, જાણો વધુ વિગતે

ઉનાળે પાણી માટે વલખાં

 
રિપોર્ટ@ગુજરાત: ઉનાળામાં પીવાના પાણી માટે વલખા, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે. ઉનાળામાં પણ વરસાદ પડી રહ્યો છે. જ્યાં ચોમાસામાં ઓઝત નદીના પૂરથી સમગ્ર ઘેડ પંથક પાણી પાણી હોય છે.પરંતુ ઉનાળામાં પીવાના પાણી માટે પણ વલખા મારવા પડે છે. આ વાત માણાવદર તાલુકાના ઘેડ પંથકના આંબલીયા (ઘેડ)ગામની છે કે જ્યાં પીવાના પાણી માટે ગ્રામ પંચાયતે વેચાતું પાણી લેવા મજબૂર થવું પડ્યું છે. ઓઝત નદી જુનાગઢ જિલ્લામાંથી શરૂ થઈને ઘેડ પંથકના ગામોમાંથી પસાર થાય છે. ત્યારે ચોમાસાની ઋતુમાં ઘેડ પંથકમાં પૂરના પાણી ફરી વળે છે. ઉનાળામાં પીવાના પાણી માટેની પરિસ્થિતિ કંઈક અલગ જ છે તો 1400 ની વસ્તી ધરાવતું આંબલીયા (ઘેડ) માં પીવાના પાણીની તંગી ની અસર વર્તાય રહી છે. આ ગામમાં ઉનાળાના પ્રારંભથી જ પાણીના સ્ત્રોતો ડુકવા માંડતા હોય છે. ત્યારે પાણી માટે એકમાત્ર આધાર મહી પરીએજ યોજના ઉપર જ રાખવો પડે છે. તેમાં પણ આ ગામ છે છેવાડાનું હોવાથી મહી પરીએજ યોજનાનું પાણી પણ અનિયમિત આવે છે. જેથી ગ્રામપંચાયત દ્વારા પાણી વેચાતું લેવા શરૂઆત કરી છે.

આ તકે આંબલીયા (ઘેડ) ગામનાં સરપંચ પતિ વિજયભાઈ હાથલિયાએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે કે મહી પરીએજ યોજનાનું પાણી ચાર દિવસે એક આવતું હોવાથી પીવાના પાણી ખૂબ જ તંગીની અસર દેખાતી હોય છે ત્યારે ગામથી 700 ફૂટ ખેતરમાં પાણીની લાઈન નાખવામાં આવી છે. જેમાં ખેડૂતને 1 કલાકના 100 લેખે 4 કલાક પાણી વેચાતું પાણી લેવામાં આવે છે. દરરોજના 400 લેખે દર મહિને 12000 જેવી રકમ ગ્રામ પંચાયતના સ્વભંડોળમાંથી ચૂકવવામાં આવે છે.

મતદાનના બહિષ્કારની ચીમકી ઉચ્ચારતા પાણી પુરવઠાના ઉચ્ચ અધિકારી દોડી આવ્યા હતા. આ તકે વધુમાં વિજયભાઈએ જણાવ્યું હતું કે તાજેતરમાં લોકસભા અને માણાવદરની પેટા ચૂંટણીમાં ગ્રામજનો દ્વારા મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારતા પાણી પુરવઠાના અધિકારીઓ તાત્કાલિક દગડ હેડ સંપ આવીને ગામને પાણી આપવામાં આવ્યું હતું ચૂંટણી પૂરી થયા બાદ અનિયમિત પાણી આપવામાં આવે છે. અને અધિકારીઓને ફોન પણ ઉપડતા નથી.

અંગે પાણી પુરવઠા ના અધિકારી સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે રેગ્યુલર બે દિવસે વિતરણ કરવામાં આવતું હોય છે પણ થોડા સમય પહેલા નર્મદાનું પાણી ના આવતું હોવાથી ત્રણ દિવસે વિતરણ થયું હતું પરંતુ આગામી સમયમાં રેગ્યુલર પાણી આપવામાં આવશે. જેથી ગ્રામ્ય વિસ્તારના લોકોની મુશ્કેલી દૂર થશે.