રીપોર્ટ@ગુજરાત: સૂર્ય ગ્રહણના કારણે રાશિઓ પર પડશે કેવી અસર, શું સાવધાની રાખવી?

સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણનું જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ જ મહત્વ છે.
 
આવતીકાલે 2020નું બીજું અને અંતિમ સૂર્ય ગ્રહણ થશે, બની રહ્યો છે આ અશુભ યોગ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

જ્યોતિષશાદોસ્ત્ર મુજબ દરેક જીવજંતુ પર ગ્રહણની નાની-મોટી અસર થતી હોય છે. આગામી તારીખ 20 એપ્રિલે સૂર્યગ્રહણ થવાનું છે. ચાલુ વર્ષનું આ પ્રથમ સૂર્યગ્રહણ રહેશે. આ ગ્રહણ ભારતમાં નહીં જોવા મળે. જેથી સૂતક પણ નહીં લાગે. જોકે, આ સૂર્યગ્રહણના કારણે બધી જ રાશિઓ પર અસર જોવા મળશે. સૂર્યગ્રહણની અસર બાબતે ભોપાલના જ્યોતિષ અને વાસ્તુ સલાહકાર પંડિત હિતેન્દ્રકુમાર શર્માએ જાણકારી આપી છે.મેષ રાશિના જાતકોની કુંડળીમાં સાતમા સ્થાને થનારું આ ગ્રહણ સામાજિક અને આર્થિક ક્ષેત્રે તકલીફ આપી શકે છે. કુંડળીનું સાતમું સ્થાન જીવનસાથી અને વેપાર સાથે સંકળાયેલું હોય છે. પરિણામે તેમના દાંપત્યજીવનમાં તણાવ આવી શકે છે. ભાગીદારીથી કરેલા કાર્યોમાં પડકારો આવી શકે છે. આ સાથે જ જાતકોએ આરોગ્ય પ્રત્યે જાગૃત રહેવું પડશે. સારી વાત એ છે કે ગ્રહણના કારણે પરિવારમાં સારો માહોલ બની શકે છે. અલબત્ત, આર્થિક દ્રષ્ટિએ નુક્શાન પણ થઈ શકે છે. વેપારમાં ખોટ જવાના સંકેત છે. જેથી ગ્રહણ દરમિયાન કોઈ પણ કાર્ય સમજી વિચારીને કરવું જોઈએ.વૃષભ રાશિના જાતકો પર ગ્રહણનો શુભ પ્રભાવ જોવા મળશે. ગ્રહણ દરમિયાન આ રાશિના જાતકોને નવી નોકરી મળી શકે છે. જોકે, તેઓને ઘણી તકલીફોનો પણ સામનો કરવો પડી શકે છે. નોકરી બદલવાનું વિચારી રહેલા જાતકોએ ઉતાવળે નિર્ણય લેવો જોઈએ નહીં. વેપારમાં લાભ થવાના યોગ છે. સૂર્યગ્રહણના કારણે સ્વાસ્થ્ય પર સારી અસર થશે. ચાહકો તણાવમાંથી છુટકારો મેળવી શકશે. પરિવારનું કોઈ સભ્ય ખુશ ખબર આપી શકે છે.

સૂર્યગ્રહણના કારણે મિથુન રાશિના જાતકોને ઘણી તકલીફનો સામનો કરવો પડશે. તેઓના આત્મવિશ્વાસમાં ઉણપ જોવા મળશે. વિદ્યાર્થી વર્ગને કોમ્પિટીટીવ એક્ઝામ માટે ખૂબ જ મહેનત કરવી પડશે. પ્રેમને સંલગ્ન બાબતો સામે પડકાર આવી શકે છે. જાતકોએ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. પેટ સંબંધિત બીમારીઓ થઈ શકે છે. બહારનું ફૂડ ટાળો. બીજી તરફ આર્થિક દ્રષ્ટિએ મિથુન રાશિના જાતકો માટે સૂર્યગ્રહણ લાભદાયક છે. વ્યાપારી વર્ગને ફાયદો થઈ શકે છે.

કર્ક રાશીના જાતકો માટે પણ સૂર્યગ્રહણ ઘણા પડકારો લઈને આવી શકે છે. તેમના જીવનમાં ઘણી સમસ્યાઓ આવશે. સૂર્યગ્રહણ દરમિયાન ઉતાવળે નિર્ણય લેવા જોઈએ નહીં. તેના કારણે નુકસાન થઈ શકે છે. જમીન મિલકતની બાબતોને થોડા સમય માટે ટાળી દેવું જોઈએ. પરિવારમાં કોઈ વ્યક્તિની તબિયત ખરાબ થઈ શકે છે. જાતકોએ પોતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું જોઈએ.

સિંહ રાશિના જાતકોને સૂર્યગ્રહણના કારણે મિશ્ર ફળ મળશે. જાતકોએ નોકરી પર સહ કર્મચારીઓ સાથે તાલમેલ બેસાડવો પડશે. તેઓ કાયદાકીય વિવાદમાં ફસાઈ શકે છે. સૂર્ય ગ્રહણ દરમિયાન વાહન ચલાવતી વખતે ખૂબ જ સાવધાની રાખવી પડશે. બીજી તરફ સૂર્યગ્રહણના કારણે સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે. માતા-પિતાની સેવા કરવાની તક મળશે. આ સમય દરમિયાન ઘરે નવા મહેમાનના આગમનના સંકેત પણ મળી રહ્યા છે.

કન્યા રાશિના જાતકોએ પણ સૂર્યગ્રહણ દરમિયાન સાવધાન રહેવાની જરૂર છે. તેઓના કરિયરમાં ખૂબ જ ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. કામ અને પરિવાર વચ્ચેનું સંતુલન જાળવવું મુશ્કેલ બની શકે છે. સ્વભાવમાં બદલાવ આવશે. જાતકોએ આ સમયગાળા દરમિયાન પોતાના ખર્ચ પર કંટ્રોલ કરવો પડશે. આર્થિક મુશ્કેલી આવી શકે છે. મૌસમી બીમારી તમને પરેશાન કરી શકે છે. ખાવા પીવા પર ધ્યાન રાખવું જોઈએ. સંતાન પક્ષ તરફથી ગુડ ન્યુઝ મળી શકે છે.

તુલા રાશિના જાતકો માટે સૂર્ય ગ્રહણ લાભદાયક નીવડી શકે છે. જોકે, આ સમયગાળા દરમિયાન તમારે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. નોકરી પર નવી જવાબદારીઓ મળી શકે છે. મહેનત કરવાથી આર્થિક લાભ શક્ય છે. ગ્રહણ દરમિયાન મંત્રોનો જાપ કરવો જોઈએ. આ સમય દરમિયાન જૂની બીમારીઓમાંથી મુક્તિ મળી શકે છે.

આગામી સૂર્યગ્રહણ વૃશ્ચિક રાશિના જાતકો માટે મિશ્ર ફળ લઈને આવી શકે છે. આ સમયગાળા દરમિયાન ઉતાવળે નિર્ણય લેવો જોઈએ નહીં. નહીંતર નુકસાન થઈ શકે છે. ગુપ્ત શત્રુથી બચીને રહેવું જોઈએ. કામ કરતા પહેલા જાતકોએ વિચાર કરીને અને કોઈની સલાહ લઈને નિર્ણય પર આવવું જોઈએ. ખાવા-પીવામાં ધ્યાન રાખવું. સૂર્યગ્રહણ દરમિયાન આંખને સંબંધિત તકલીફો ઊભી થઈ શકે છે. આર્થિક બાબતો સુધારા પર જોવા મળશે.

ધન રાશિના જાતકોને સૂર્યગ્રહણના કારણે લાભ થઈ શકે છે. તેમની આવકમાં વૃદ્ધિ જોવા મળશે. જુના મૂડી રોકાણમાં પણ લાભ થઈ શકે છે. એકાગ્રતા વધશે. આ સમયગાળા દરમિયાન મહેનત કરવી ખૂબ જ જરૂરી છે. પરિણામે તમને સફળતા મળશે. દલીલોમાં પડવાથી બચો. વિદ્યાર્થીગણને કોઈ સારા સમાચાર મળી શકે છે. જૂની બીમારીઓમાંથી મુક્તિ મળશે.

સૂર્યગ્રહણના કારણે મકર રાશિના જાતકોને પ્રોફેશનલ લાઇફમાં ફાયદો થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત કરી શકો છે. ભવિષ્યમાં કોઈ કામ કરશો તો તેનાથી લાભ થશે. બીજી તરફ સિનિયર અધિકારીઓ સાથે વાદવિવાદ થઈ શકે છે. આ સમય દરમિયાન સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. બ્રહ્મ મુહૂર્તમાં ઊઠીને યોગ કરવા જોઈએ.કુંભ રાશિના જાતકોને પણ સૂર્યગ્રહણના મિશ્ર પરિણામો મળી શકે છે. તેઓ આધ્યાત્મકતા અનુભવી શકે છે. તેઓને કામ પર જવાબદારીનું ભાન થશે. વિદેશ જવા ઇચ્છુક જાતકોની વિદેશ યાત્રા થઈ શકે છે. પારિવારિક જીવન અને પ્રેમ જીવનમાં ખુબ સારું રહેશે. તમે પરિવાર સાથે કોઈ મનપસંદ સ્થળે જઈ શકો છો. આ સમયગાળા દરમિયાન સ્વાસ્થ્યની કાળજી રાખવી જોઈએ.કુંભની જેમ મીન રાશિના જાતકોને પણ સૂર્યગ્રહણનું મિશ્ર પરિણામો મળશે. જાતકો માનસિક અને શારીરિક તણાવનો ભોગ બની શકે છે. જાતકોને ધીરજ ઓછી હોવાનું પણ અનુભવાય શકે છે. તમારા ઘરે અતિથિનું આગમન થઈ શકે છે. આ મહેમાન તમને યોગ્ય દિશામાં લઈ જશે. તમને આળસ અને બેદરકારીનો અનુભવ પણ થશે .