રિપોર્ટ@ગુજરાત: પતિની હત્યા કરનાર પત્ની અને પ્રેમી જેલ હવાલે, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે

 કાવતરૂ રચીને બોલાવી 
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં મર્ડરના કેસ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી મર્ડરના બનાવો સામે આવતા હોય છે.  પ્રાંતિજ તાલુકાના લીમલા ડેમમાં બે દિવસ અગાઉ પ્રેમ સંબંધમાં બાધારૂપ બનતા તલોદ તાલુકાના વલીયમપુરા ગામના એક યુવાનને પૂર્વ યોજીત કાવતરૂ રચીને બોલાવી વલીયમપુરા ગામના બે જણાએ પ્રેમ સંબંધમાં વાતચીત કરવા દેતા ન હોવાથી સળીયાથી હુમલો કરી ગળે ટુંપો દઈ મોત નીપજાવીને અકસ્માતમાં ખપાવવા જતા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં પત્ની અને પ્રેમિકા સામે હત્યાનો ગુનો નોંધાયો હતો. તો પોલીસે પત્ની અને પ્રેમીની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા.

આ અંગે પ્રાંતિજ પોલીસ સ્ટેશનના PI આર.આર.દેસાઈએ ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ઝડકીયા ગામના જગતસિંહ ઉર્ફે જગદીશસિંહ શકરાજી ડાભીને આશાબેન કરણસિંહ ઉર્ફે કિરણસિંહ કાળુસિંહ પરમાર (રહે.વલીયમપુરા) સાથે પ્રેમ સંબંધ હતો. જેથી અવાર નવાર આશાબેન જગતસિંહ સાથે જતી રહેતી હતી. દરમિયાન કરણસિંહ કાળુસિંહ પરમાર પ્રેમ સંબંધમાં બાધારૂપ બનીને જગતસિંહને વાત કરવા દેતા ન હતા. આ

ખરે જગતસિંહ અને આશાબેને પૂર્વ યોજીત કાવતરૂ રચીને કરણસિંહ કાળુસિંહ પરમારને 14 માર્ચના રોજ પ્રાંતિજના લીમલા ડેમમાં બોલાવ્યા હતા. ત્યારબાદ આ બંને જણાએ કરણસિંહ પર લોખંડના સળીયાથી હુમલો કર્યો હતો અને ગળે ટુંપો દઈને હત્યા કરી દઈ મોત નિપજાવ્યું હતું.

ત્યારબાદ હત્યાને અકસ્માતમાં ખપાવવા જતા આખો ભાંડો ફૂટ્યો હતો .ત્યારબાદ પ્રાંતિજ પોલીસે પ્રેમી કરણસિંહ કાળુસિંહ પરમાર અને પ્રેમિકા મૃતકની પત્ની આશાબેન પરમારની ધરપકડ કરીને જેલ હવાલે કર્યા હતા. આ અંગે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં કાળુસિંહ ગાંડાજી પરમારે ફરીયાદ નોંધાવી હતી.