રિપોર્ટ@ગુજરાત: ચૈત્ર નવરાત્રિ દરમિયાન અંબાજી-પાવાગઢ-ચોટીલા ભક્તોથી ઉભરાશે

ચૈત્ર નવરાત્રિમાં એક નોરતું ઓછું હોવાથી નવરાત્રિ 30 માર્ચથી 6 એપ્રિલ સુધીની રહેશે.
 
રિપોર્ટ@ગુજરાત: ચૈત્ર નવરાત્રિ દરમિયાન અંબાજી-પાવાગઢ-ચોટીલામાં ભક્તોથી ઉભરાશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ચૈત્ર નવરાત્રિ દરમિયાન અંબાજી-પાવાગઢ-ચોટીલામાં ભક્તોથી ઉભરાશે. ચૈત્રી નવરાત્રિ નિમિત્તે પાવાગઢ, અંબાજી અને ચોટીલાના મંદિરમાં ભક્તો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રિમાં એક નોરતું ઓછું હોવાથી નવરાત્રિ 30 માર્ચથી 6 એપ્રિલ સુધીની રહેશે.

ઉલ્લેખનીય છે કે, 31 માર્ચે બીજું અને ત્રીજું નોરતું ભેગું છે. ચૈત્ર નવરાત્રિ દરમિયાન ગુજરાતમાં આવેલી ત્રણેય શક્તિપીઠ પર દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે. આ વર્ષે પાવાગઢમાં 10 લાખ, અંબાજીમાં 3 લાખ અને ચોટીલામાં અઢી લાખ ભક્તો દર્શનાર્થે ઉમટવાની શક્યતા છે.

યાત્રાળુઓની સગવડતા અને ભક્તોની સુવિધા માટે મંદિરના દર્શન અને આરતીના સમયમાં ફેરફારો કરવામાં આવ્યા છે.