રિપોર્ટ@ગુજરાત: યુવાને અગમ્યકારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા મોત નીપજ્યું

વધુ તપાસ હાથ ધરી છે.
 
દવા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં આત્મહત્યાના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આત્મહત્યાના બનાવો સામે આવતા હોય છે. અંજારના યુવાને જંતુનાશક દવા પી લીધા પછી સારવાર અર્થે લઇ જતી વેળાએ મોરબી નજીક દમ તોડ્યો હોવાની, તો આડેસરમાં પણ ઝેરી દવા પી લીધા બાદ સારવાર દરમિયાન યુવકે જીવ ગુમાવ્યો હોવાની ઘટના નોંધાઇ છે. અંજાર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ , 39 વર્ષીય નરેન્દ્ર મોહન રાઠોડે તા.19/4 ના પરોઢે 3 વાગ્યાના અરસામાં ખેતીમાં છાંટવાની જંતુ નાશક દવા પી લીધી હતી. પ્રથમ સ્ટર્લિંગ હોસ્પીટલ લઇ જવાયા પછી વધુ સારવાર અર્થે રાજકોટ લઇ જવાતા હતા.

ત્યારે મોરબી પાસે તેમણે દમ તોડ્યો હોવાનું મૃતદેહ લઇ આવનાર અશ્વિન રાઠોડે મોરબી સરકારી હોસ્પિટલના તબીબને જણાવ્યું હતું. તબીબે અંજાર પોલીસને જાણ કરતાં અકસ્માત મોત નોંધી વધુ તપાસ પીએસઆઇ એસ.વી.ચૌધરીએ હાથ ધરી છે. તો આડેસર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ, અરસામાં આડેસર રહેતા 19 વર્ષીય ધીરૂભા કરણીદાન ગઢવીએ પોતાના ઘરે જ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લીધી હતી.

સારવાર અર્થે મહેસાણા હોસ્પીટલ લઇ જવાયા હતા. પરંતુ સારવાર દરમીયાન તેમણે દમ તોડ્યો હોવાનું લઇ આવનાર કૃણાલ ખેમરાજદાન ગઢવીએ તબીબને જણાવ્યું હતું આ બાબતે આડેસર પોલીસને જાણ કરાતાં કારણ જાણવા પીએસઆઇ બી.જી.રાવલે વધુ તપાસ હાથ ધરી છે.