રિપોર્ટ@ગુજરાત: અમૂલ દૂધની 3 પ્રોડક્ટના ભાવમાં અચાનક ઘટાડો, જાણો વધુ વિગતે
અમૂલ ગોલ્ડ, તાજા અને ટી સ્પેશિયલના 1 લિટરના પાઉચના ભાવમાં એક રૂપિયાનો ઘટાડો કર્યો છે.
Jan 24, 2025, 18:38 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમૂલ દૂધની 3 પ્રોડક્ટના ભાવમાં અચાનક ઘટાડો જોવા મળ્યો હતો. અમૂલ ડેરીએ 3 પ્રોડક્ટના ભાવમાં ઘટાડો કરાયો છે. અમૂલ ગોલ્ડ, તાજા અને ટી સ્પેશિયલના 1 લિટરના પાઉચના ભાવમાં એક રૂપિયાનો ઘટાડો કર્યો છે. અમૂલ દૂધના ભાવમાં ઘટાડો આજથી જ લાગુ કરાયો છે.
ઉલ્લેખનીય છે કે 4 જૂને લોકસભા ચૂંટણીનાં પરિણામો જાહેર થાય એના 3દિવસ પહેલાં જ અમૂલ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો, જેમાં અમૂલ ગોલ્ડ દૂધમાં લિટરે 2 રૂપિયા વધાર્યા હતા. જ્યારે અમૂલ શક્તિ અને ટી સ્પેશિયલના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો હતો.