રીપોટ@ગુજરાત: ભૂપત ભાયાણીએ હર્ષદ રિબડીયા પર સાધ્યું નિશાન, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ઈકોઝોન મુદ્દે ભાજપના નેતા ભૂપત ભાયાણીએ આડકતરી રીતે હર્ષદ રિબડિયાને નિશાને લીધા. તેમણે કહ્યું ખેડૂતોના હિત મુદ્દે સરકાર અને ભારતીય જનતા પાર્ટીને યેનકેન પ્રકારે બદનામ કરવાના ઈરાદાથી અમુક લોકો હમણા નીકળી પડ્યાં છે. ઈકો સેન્સેટિવ ઝોનને લઈ ગેજેટ બહાર પાડવામાં આવ્યું છે. ત્યારથી જ જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોએ આનો વિરોધ કરી રહ્યાં છે.
ગઈકાલે વિસાવદરના મોણપરી ખાતે આમ આદમી પાર્ટીના નેતા પ્રવિણ રામની આગેવાનીમાં ખેડૂતો સાથે જનસભા યોજાઈ હતી. જેમાં આપ પાર્ટીના નેતાઓ ઉપરાંત વિસાવદરના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા હર્ષદ રીબડીયા પણ ઉપસ્થિત રહ્યા હતા અને ઈકોઝોનનો વિરોધ નોંધાવ્યો હતો.
ત્યારે આજે ભાજપના જ નેતા ભૂપત ભાયાણીએ આડકતરી રીતે હર્ષદ રિબડિયા પર નિશાન ટાકીને જણાવ્યું કે, છેલ્લા ઘણા દિવસોથી અમારા વિસ્તારમાં ઈકોઝોન મુદ્દે , ખેડૂતોના હિત મુદ્દે સરકાર અને ભારતીય જનતા પાર્ટીને એનકેન પ્રકારે બદનામ કરવાના ઈરાદાથી અમુક લોકો હમણા નીકળી પડ્યાં છે.