રિપોર્ટ@ગુજરાત: બોઈલર બ્લાસ્ટ થતા કામ કરી રહેલા 4 કામદારો દાઝ્યા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર કેટલીક દુર્ઘટનાઓ સામે આવતી હોય છે. ફરી એકવાર બ્લાસ્ટની ભયાનક દુર્ઘટના સામે આવી છે. જેમાં 4 લોકો દાઝ્યા હતા. પાલનપુરના જગાણા હાઈવે પર આવેલી ઈસેદુ મીલમાં બપોરના સમેય બોઈલર બ્લાસ્ટ થતા અહીં કામ કરી રહેલા 4 કામદારો દાઝ્યા હતા.
જેઓને તાત્કાલીક પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યાં 3 કામદારોની હાલત ગંભીર ગણાવાઈ રહી છે. ઘટનાના પગલે બનાસકાંઠા કલેકટર અને એસપી સહિતના અધિકારીઓ ઈજાગ્રસ્ત કામદારોની ખબર કાઢવા હોસ્પિટલ પર પહોંચ્યા હતા.
3 કામદારોની હાલત વધુ ગંભીર જણાતા વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે. આ ઘટના બોઈલર બ્લાસ્ટના કારણે બની હોવાનું કલેકટર જણાવ્યું હતું.
જો કે, કંપનીના સિક્યુરિટી ઓફિસરે આ બનાવ બોઈલર બ્લાસ્ટના કારણે નહીં પણ ગેસ કટીંગ વેળાએ ફ્લેશ ફાયર થતા બની હોવાનું કહ્યું હતું. ત્યારે આ ઘટના કંઈ રીતે બની તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.