રિપોર્ટ@ગુજરાત: 'ગેંગ્સ ઓફ ગુજરાત'ની ગેરકાયદે મિલકત ખાતમાનો ત્રીજો દિવસ
ત્રીજા દિવસે ગુજરાતમાં ગુનેગારોના ગેરકાયદે બાંધકામોને જમીનદોસ્ત કરવાની કામગીરી કરાઈ હતી.
Mar 22, 2025, 08:08 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
'ગેંગ્સ ઓફ ગુજરાત'ની ગેરકાયદે મિલકતનો ખાતમાનો ત્રીજો દિવસ છે. ત્રીજા દિવસે ગુજરાતમાં ગુનેગારોના ગેરકાયદે બાંધકામોને જમીનદોસ્ત કરવાની કામગીરી કરાઈ હતી.
અમદાવાદના વસ્ત્રાલમાં લુખ્ખાઓના આતંક બાદ સફાળી જાગી ઉઠેલી પોલીસે 100 કલાકમાં જ અલગ અલગ જિલ્લાઓમાં ગુનાખોરી સાથે સંકળાયેલા 7 હજારથી વધુ લુખ્ખાઓનું લિસ્ટ તૈયાર કર્યું છે.
આ પૈકીના જે ગુનેગારોએ ગેરકાયદે બાંધકામ ખડક્યા હોય કે વીજચોરી કરતા હોય તેની સામે બુધવારથી જ એકશન લેવાનું શરૂ કરી દીધું છે. આજે પણ ગુજરાતભરમાં કુખ્યાત ગુનેગારોએ ખડકી દીધેલા ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફરશે.