રિપોર્ટ@ગુજરાત: GPSCનો સંભવિત ભરતી કાર્યક્રમ જાહેર, 1751 જગ્યા માટેની જાહેરાત આવી શકે

GPSC તરફથી ઉમેદવારોને આ જાહેરાતો માટે સતત અપડેટ રહેવા માટે GPSCની વેબસાઈટ, ટ્વિટર કે એપ સાથે જોડાયેલા રહેવા અપીલ કરવામાં આવી છે.
 
રિપોર્ટ@ગુજરાત: GPSCનો સંભવિત ભરતી કાર્યક્રમ જાહેર, 1751 જગ્યા માટેની જાહેરાત આવી શકે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આગામી વર્ષોમાં થનારી ભરતીને લઈ જાહેરાતનો સંભવિત કાર્યક્રમ જાહેર કર્યો છે.GPSC દ્વારા જે 1751 જગ્યાઓ માટે આગામી સમયમાં ભરતી થનાર છે તે જગ્યાઓ માટે જાહેરાતની, પ્રાથમિક અને મુખ્ય કસોટીની સંભવિત તારીખો જાહેર કરવામાં આવી છે. સાથે GPSC તરફથી ઉમેદવારોને આ જાહેરાતો માટે સતત અપડેટ રહેવા માટે GPSCની વેબસાઈટ, ટ્વિટર કે એપ સાથે જોડાયેલા રહેવા અપીલ કરવામાં આવી છે.

GPSC દ્વારા લેવામાં આવતી વિવિધ પરીક્ષાઓ દરમિયાન ઉમેદવારો અને પરીક્ષકોને સરળતા રહે તે માટે ત્રણ મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. આયોગના ચેરમેન હસમુખ પટેલ દ્વારા ટ્વિટ કરી આ ત્રણેય નિર્ણયો અંગે જાણકારી આપી હતી. જે ભરતીમાં અનુભવની જરુર ન હોય તેમાં અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ અરજી કરી શકશે. આયોગમાં ઈન્ટરવ્યૂ માટે આવતા ઉમેદવારોને નાસ્તો-ભોજન આપવાનો પણ નિર્ણય કરાયો છે.

GPSCની પરીક્ષા માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. 16મી ફ્રેબુઆરીએ પંચાયતનું મતદાન હોવાને પગલે GPSCની પરીક્ષા નહીં યોજાય. તે દિવસની પરીક્ષા માટે નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.