રિપોર્ટ@ગુજરાત: ભારતીય ક્રિકેટ ટીમનું એશિયા કપ જીત્યા બાદ અમદાવાદમાં આગમન

ટીમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું,
 
રિપોર્ટ@ગુજરાત: ભારતીય ક્રિકેટ ટીમનું એશિયા કપ જીત્યા બાદ અમદાવાદમાં આગમન થયું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ભારતીય ટીમે પાકિસ્તાનની ટીમને નવમી વખત હરાવી હતી. ભારતની ક્રિકેટ ટીમનું એશિયા કપ જીત્યા બાદ અમદાવાદમાં આગમન થયું. ભારતની ટીમ હોટલ નર્મદા ખાતે વહેલી સવારે ટીમ હોટલ પર પહોંચી હતી, જ્યાં ટીમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું, જેમાં ટીમનું ક્યુરેટેડ ટ્રીટ્સથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

ITC નર્મદા હોટલમાં પ્રવેશ કરતાં જ ટીમ ઇન્ડિયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. એશિયા કપની સફળતા બાદ હવે ટીમ ઈન્ડિયા 2 ઓક્ટોબરથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વેસ્ટ ઈન્ડીઝ સામે ટેસ્ટ મેચ રમશે.

એશિયા કપ જીત્યા બાદ ભારતીય ટીમ સોમવારે મોડીરાત્રે મુંબઈ એરપોર્ટ પર પહોંચી અને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ટ્રોફી વિવાદ અંગે કેપ્ટન સૂર્યાએ કહ્યું હતું, પાકિસ્તાનને જવાબ આપવો જરૂરી હતો