રિપોર્ટ@ગુજરાત: કાર ચાલકે 7 કિમી સુધી બુલેટને અડફેટે લીધું, જાણો સમગ્ર બનાવ એકજ ક્લિકે

7 કિમી સુધી બુલેટને અડફેટે લીધું
 
રિપોર્ટ@ગુજરાત: કાર ચાલકે 7 કિમી સુધી બુલેટને અડફેટે લીધું, જાણો સમગ્ર બનાવ એકજ ક્લિક કે  

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અકસ્માતની અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ખાતે ગત તારીખ 21 જૂનના રોજ બ્રેઝા કાર અને બુલેટ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારચાલકે પલસાણાના જોળવાથી સાત કિલોમીટર દૂર કામરેજના ઊંભેળ સુધી બુલેટ ઢસડીને ગયો હતો. બ્રેઝા કારે બુલેટને ઢસડતાં રોડ પર તણખા ઊડ્યા હતા. ત્યારે રસ્તા પર પસાર થતા અન્ય એક કારચાલકે વીડિયો પોતાના મોબાઈલમાં કેમેરામાં કેદ કરી લીધો હતો. જે વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.


વાઈરલ થયેલા વીડિયોમાં કારના ડેસ્ક પર ભાજપનો ખેસ હોવાનું જોવા મળી રહ્યું છે. જેથી કારમાલિક ભાજપના નેતા અથવા કાર્યકર હોવાની આશંકા છે. ત્યારે બનેલી આ ઘટનામાં હજુ સુધી પોલીસને જાણ કરાઇ નથી. બન્ને પક્ષ વચ્ચે ઘટનાની રાત્રે જ સમાધાન થઈ ગયું હોવાની ચર્ચાઓ સાંભળવા મળી હતી.


અકસ્માતની ઘટનામાં બુલેટ ચાલક નીચે રોડ સાઈડમાં પડી જતાં તેનો આબાદ બચાવ થયો હતો. જ્યારે બ્રેઝા કારની બુલેટ સાથે જોરદાર ટક્કર થતાં કારમાં એરબેગ ખૂલી ગઇ હતી. પલસાણાના જોળવાથી કામરેજના ઊંભેળ સુધી બુલેટને ઢસડતા રસ્તા પર સ્પાર્ક પણ થયો હતો.