રિપોર્ટ@ગુજરાત: મોટોરોલા આજે 50 પ્રો સ્માર્ટફોન લોન્ચ, કેટલી કિમતમાં ખરીદી શકાશે ?
કંપની આ સ્માર્ટફોનને ભારતીય બજારમાં
Apr 3, 2024, 11:33 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અત્યારે તામામ લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હોય છે. હાલમાં સમયમાં લોકોને મોબાઈલ વગર બિલકુલ ચાલતું નથી. સ્માર્ટફોન નિર્માતા કંપની મોટોરોલા આજે એટલે કે 3 એપ્રિલે ભારતીય બજારમાં 'મોટોરોલા એજ 50 પ્રો' લોન્ચ કરવા જઈ રહી છે. કંપનીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ સ્માર્ટફોનના લોન્ચ વિશે પહેલાથી જ માહિતી આપી દીધી છે. આ સ્માર્ટફોનમાં 125W વાયર્ડ અને 50W વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ છે.
પર્ફોર્મન્સ માટે સ્માર્ટફોનમાં Qualcomm Snapdragon 7 Gen 3 પ્રોસેસર આપવામાં આવ્યું છે. જો આપણે કેમેરા વિશે વાત કરીએ તો તેનો ફ્રન્ટ કેમેરા 50MP + 13MP છે, જ્યારે સેલ્ફી કેમેરા 50MP છે. કંપની આ સ્માર્ટફોનને ભારતીય બજારમાં ₹80,000ની શરૂઆતની કિંમતે લોન્ચ કરી શકે છે.
મોટોરોલા એજ 50 પ્રો: અંદાજિત સ્પેસિફિકેશન
- ડિસ્પ્લે: મોટોરોલા એજ 50 પ્રોમાં 6.7 ઇંચ પોલરાઇઝ્ડ 3D વક્ર ડિસ્પ્લે હશે. તેમાં 1.5k રિઝોલ્યુશન, 144Hz રિફ્રેશ રેટ, 2000 nits પીક બ્રાઈટનેસ હશે. ડિસ્પ્લેને SGS આઈ અને કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ દ્વારા સુરક્ષિત કરવામાં આવશે.
- કેમેરાઃ સ્માર્ટફોનમાં ફોટોગ્રાફી માટે ટ્રિપલ કેમેરા સેટઅપ હશે. કંપનીએ પુષ્ટિ કરી છે કે સ્માર્ટફોનનો ફ્રન્ટ કેમેરો 50MPનો હશે અને તેનો અલ્ટ્રાવાઇડ કેમેરો 13MPનો હશે. આ સિવાય તેમાં 12MP 6X ટેલિફોટો કેમેરા મળી શકે છે. કંપનીનો દાવો છે કે તેની પાસે પેન્ટોન કલર વેલિડેશન સાથેનો વિશ્વનો પહેલો AI સંચાલિત કેમેરા હશે.
- ફ્રન્ટ કેમેરા : સેલ્ફી અને વીડિયોકૉલિંગ માટે કંપનીએ Motorola Edge 50 Proમાં 50MPનો ફ્રન્ટ કેમેરો આપ્યો છે.
- બેટરી: પાવર બેકઅપ માટે Motorola Edge 50 Proમાં 125W વાયર્ડ અને 50W વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ હશે. કંપનીએ તેની બેટરી પાવર વિશે કોઈ માહિતી આપી નથી. જોકે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમાં 5,000mAhની બેટરી આપવામાં આવી શકે છે.
- કનેક્ટિવિટી: કનેક્ટિવિટી માટે, ફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સાથે ચાર્જ કરવા માટે 15 5G બેન્ડ, 4G, 3G, 2G, NFC, Wi-Fi, GPS, બ્લૂટૂથ, Wi-Fi, USB ટાઇપ સી હશે.