રિપોર્ટ@ગુજરાત: સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો રસ્તો ભારે વરસાદને કારણે ઊખડી ગયો
રોડ ફરી બનાવામાં મહિનાઓ લાગી શકે છે.
Aug 29, 2024, 09:59 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં ભારે વરસાદના કારણે કેટલાક રસ્તાઓ તૂટી ગયા છે. વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો રસ્તો ભારે વરસાદને કારણે તૂટી ગયો હતો. જેના કારણે એક તરફનો રસ્તો વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. મુશળધાર વરસાદ અને ડેમમાંથી છોડવામાં આવતા પાણીને કારણે આખો રોડ ઊખડી ગયો હતો.
રોડ એવી રીતે ઊખડી ગયો છે કે તેને ફરી બનાવામાં મહિનાઓ લાગી શકે છે. રોડને નુકસાન થવાની આશંકા છે. રોડ એવી રીતે ક્ષતિગ્રસ્ત છે કે તેને ફરીથી બનાવવામાં કેટલાક મહિનાઓ લાગી શકે છે. વરસાદ બંધ થયા બાદ જ રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. આખા રોડ પર મોટા મોટા પોપડા જોવા મળતા હતા. રોડ બનાવામાં કેટલો ભ્રષ્ટાચાર થયો હશે તે વાત પરથી જાણવા મળે છે.