રિપોર્ટ@ગુજરાત: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના એક દિવસીય પ્રવાસે, કેસરિયા સાફામાં પીએમનો ભવ્ય રોડ-શો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના એક દિવસીય પ્રવાસે આવેલ છે. PM સુરત એરપોર્ટથી હેલીકોપ્ટરમાં અંત્રોલી પહોંચ્યા હતા. અહીં તેમને બુલેટ ટ્રેન માટેના અંત્રોલી ખાતેના સ્ટેશનની મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કર્યા બાદ ડેડીયાપાડા જવા રવાના થયા. જ્યાં તેઓ બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણીમાં જોડાશે. આ પ્રસંગે તેઓ ₹9,700 કરોડથી વધુની વિવિધ માળખાગત સુવિધાઓ અને વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે તેમજ સભાને સંબોધન પણ કરશે. હાલ બેવડા હવામાનના કારણે સુરત તંત્ર દ્વારા પીએમ મોદી માટે હેલિકોપ્ટરથી જવાની તેમજ બાય રોડ જવાની બંને પ્રકારના આયોજન કરવામાં આવ્યા છે.
પ્રધાનમંત્રી સવારે 10 વાગ્યે સુરત બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લઈને ત્યારબાદ બપોરે લગભગ 12:45 વાગ્યે તેઓ નર્મદા જિલ્લામાં દેવમોગરા મંદિરમાં પ્રાર્થના કરશે અને દર્શન કરશે. ત્યારબાદ બપોરે લગભગ 2:45 વાગ્યે તેઓ નર્મદા જિલ્લામાં ડેડિયાપાડાની મુલાકાત લેશે અને ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતી ઉજવણીમાં ભાગ લેશે. આ પ્રસંગે તેઓ ₹9,700 કરોડથી વધુની વિવિધ માળખાગત સુવિધાઓ અને વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે તેમજ સભાને સંબોધન પણ કરશે.

