રિપોર્ટ@ગુજરાત: ઉત્તરાયણ મનાવવા પોળમાં ધાબુ બુક કરવા પડાપડી, ભાડામાં 10થી 15 હજારનો વધારો

 વ્યક્તિ દીઠ એક દિવસનો ચાર્જ 3000થી 4000 ચાલી રહ્યો છે. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે પોળ વિસ્તારના ધાબા ભાડે આપવાનો ટ્રેન્ડ છે.

 
 રિપોર્ટ@ગુજરાત: ગુજરાતમાં કાઈપો છે...લપેટ ,લપેટની અને ગરબા સાથે ધામ-ધુમથી ઉત્તરાયણ પર્વની ઉજવણી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ઉત્તરાયણનો તહેવાર ટૂંક સમયમાં આવી રહ્યો છે. લોકો ખુબજ  આંનદથી આ તહેવારની ઉજવણી કરતા હોય છે.  અમદાવાદના કોટ વિસ્તારની ઉત્તરાયણ માણવા દેશ-વિદેશના લોકો આવે છે. પોળની ઉત્તરાયણનો માહોલ કંઈક અલગ જ હોય છે. કોઈ રિસોર્ટ ભાડે લે, કોઈ પાર્ટી પ્લોટ ભાડે લે, તો કોઈ ગાડી ભાડે લે, પરંતુ કોટ વિસ્તારમાં ઉત્તરાયણ મનાવવા લોકો ધાબા ભાડે રાખે છે. આ વખતે ધાબા બુકિંગમાં વેઇટિંગ ચાલી રહ્યું છે અને ભાડામાં પણ 10થી 15 હજારનો વધારો થયો છે. હાલ વ્યક્તિ દીઠ એક દિવસનો ચાર્જ 3000થી 4000 ચાલી રહ્યો છે.

ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે પોળ વિસ્તારના ધાબા ભાડે આપવાનો ટ્રેન્ડ છે. જો કે, ધાબા ભાડે લેનારનો વર્ગ મોટો છે, અને આપનારો વર્ગ ઓછો છે કારણ કે, અગાશીઓ ઓછી છે. એમાં પણ આ વર્ષે ધાબાનો ભાવ પતંગની જેમ આસમાને છે.

શહેરના રાયપુર અને ખાડિયા વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષોથી ઉત્તરાયણમાં પતંગ ચગાવવા માટે પોળમાં રહેલા મકાન માલિકો પોતાના ધાબા ભાડે આપે છે. આ સિવાય રાયપુર પતંગનું સૌથી મોટું માર્કેટ પણ છે. અહીં અમદાવાદ સહીત ગુજરાતભરમાંથી લોકો ખરીદી કરવા આવતા હોય છે.