રિપોર્ટ@ગુજરાત: યુવાધન 'પરી હું મેં' ગીત અને ઓરા ફાર્મિંગ બોય ટ્રેન્ડિંગ સ્ટેપ પર હિલોળે ચઢ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
નવરાત્રિના 7 દિવસે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસેલા ભારે વરસાદે ભલે મોટાભાગના પાર્ટી પ્લોટના ગરબા આયોજનો પર પાણી ફેરવી દીધું હોય, પરંતુ ખેલૈયાઓનો ઉત્સાહ ઓછો થયો નથી. મોટાભાગના ગરબાઓ રદ્દ થતાં ખેલૈયાઓ અન્ય ગરબા આયોજનોમાં ઊમટી પડ્યા હતા. જ્યાં માતાજીની આરાધનાની સાથે સાથે ક્રિકેટનો જશ્ન પણ ભળી ગયો હતો.
CRPFના અધિકારીઓ અને જવાનો પણ નવરાત્રિના ઉત્સવમાં રંગાયા હતા. ફરજમાંથી સમય કાઢીને, આ જવાનો કેસરિયા નવરાત્રિ ઉત્સવના આયોજનમાં ગરબા કરતા નજરે પડ્યા હતા.
એશિયા કપ ફાઇનલમાં પાકિસ્તાન સામે ટીમ ઈન્ડિયાની ભવ્ય જીતનું સેલિબ્રેશન ખેલૈયાઓએ ગરબાના મેદાનમાં જ 'સબસે આગે હોંગે હિન્દુસ્તાની' ગીત પર ગરબે ઘૂમીને કર્યું હતું. સુરતના ભાગળ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકોની હાજરીમાં જીતનું ભવ્ય જશ્ન મનાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત, યુવાધન 'પરી હું મેં' ગીત અને ઓરા ફાર્મિંગ બોય ટ્રેન્ડિંગ સ્ટેપ પર હિલોળે ચઢ્યું હતું, જ્યારે એક સાત વર્ષના બાળકે 'ઓપરેશન સિંદૂર' થીમનો ડ્રેસ પહેરીને આકર્ષણ જમાવ્યું હતું.