રિપોર્ટ@અમદાવાદ: આજે નહેરૂનગર, શિવરંજની, મેમનગર, વસ્ત્રાપુર વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો
ઉત્તર ગુજરાત અને કચ્છને બાદ કરતા સમગ્ર રાજ્યમાં હળવો વરસાદ થઈ શકે છે.
Sep 20, 2025, 10:06 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હવામાન વિભાગની આગાહી પ્રમાણે કેટલાક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. આજે વહેલી સવારથી અમદાવાદના પૂર્વ વિસ્તાર સહિત નહેરૂનગર, શિવરંજની, મેમનગર, વસ્ત્રાપુર વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થયો છે. ઉત્તર ગુજરાત અને કચ્છને બાદ કરતા સમગ્ર રાજ્યમાં હળવો વરસાદ થઈ શકે છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં વરસાદની શક્યતા નહિવત જોવા મળશે. ડીસા અને કચ્છના કેટલાક ભાગોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે.
ગઇકાલ મોડીરાતથી અમદાવાદના કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થયો હતો. આજે વહેલી સવારથી અમદાવાદના પૂર્વ વિસ્તાર સહિત નહેરૂનગર, શિવરંજની, મેમનગર, વસ્ત્રાપુર વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થયો છે. મોડીરાતે અમરેલી જિલ્લાના અનેક વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. જૂનાગઢમાં લાંબા વિરામ બાદ વરસાદ આવવાથી જળબંબાકારની સ્થિતિ બની હતી.