રિપોર્ટ@ગુજરાત: યાત્રાધામ અંબાજીમાં દિવાળીના વેકેશનને કારણે ભક્તોની ભારે ભીડ ઉમટી
શક્તિ દ્વારથી મંદિર સુધી દર્શનાર્થીઓની લાંબી કતારો જોવા મળી રહી છે.
Oct 23, 2025, 17:08 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
યાત્રાધામ અંબાજીમાં દિવાળી અને નવા વર્ષના વેકેશનને કારણે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલા આ શક્તિપીઠમાં મા અંબાના દર્શન કરવા માટે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે.
મંદિર પરિસર ભક્તોથી ઉભરાઈ રહ્યું છે અને શક્તિ દ્વારથી મંદિર સુધી દર્શનાર્થીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. નૃત્ય મંડપ આસપાસ પણ દર્શન માટે ડબલ લાઈનો ભરેલી છે.
મંદિર વહીવટદારે જણાવ્યું હતું કે, ભક્તોના સુચારુ દર્શન માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ પણ મંદિર પરિસરમાં ફરજ બજાવી રહી છે.