રિપોર્ટ@આઇસીડીએસ: આંગણવાડી માટે 55523 મોબાઈલની ખરીદીમાં સેટિંગ્સ?? આ સવાલો ચોંકાવનારા

ઈએમડીના હિસાબે બીડ વેલ્યુ સરેરાશ રૂ.55 કરોડ થાય છતાં રૂ. 88થી 84 કરોડનો વેપાર કરવા મથામણ કેમ થઈ?
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

રાજ્યભરની આંગણવાડી કેન્દ્રોમાં મોબાઈલ ફાળવવા આઇસીડીએસ ગાંધીનગર દ્વારા ટેન્ડર થયું અને આખરે વર્ક ઓર્ડર પણ અપાઇ ગયો છે. 55 હજારથી વધુ સંખ્યામાં મોબાઈલ ખરીદવાના હોય ત્યારે તમે સમજી શકો કે, ખૂબ ઓછા ભાવે વેપારી આપવા તૈયાર થાય. હવે જ્યારે એક મોબાઇલ ખરીદો તો પણ એક જ ભાવ અને અધધધ...55હજારથી વધુ મોબાઈલ ખરીદો પણ ભાવ ના ઘટે. આવું બને? આટલુ જ નહિ, ઈએમડી મુજબ બીડ વેલ્યુ હોય કે, વર્ક ઓર્ડર મુજબ તે પણ સવાલ છે. છેક કેરાલા રાજ્ય સરકારની કંપનીને આ વર્ક ઓર્ડર મળ્યો છે ત્યારે આખુંય ટેન્ડર સમજવું પડશે.
ગાંધીનગરના ડો. જીવરાજ મહેતા ભવનમાં આવેલ આઇસીડીએસની મુખ્ય કચેરીની કમિશ્નર/નિયામક કચેરી દ્વારા આંગણવાડી કાર્યકર બહેનોને રોજીંદી ફરજના ડેટા આદાન પ્રદાન માટે મોબાઇલ આપવા કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે આંગણવાડી બહેનોને અગાઉથી આઇસીડીએસ દ્વારા મોબાઈલ આપેલા જ છે પરંતુ તે મોબાઈલ જૂના થતાં નવા કુલ 55523 ખરીદવા ટેન્ડર થયું છે. હવે આ ટેન્ડરમા જે ત્રણ ટકાના હિસાબે ઈએમડી રકમ છે તે રૂ.1,66,00,000 છે એટલે સરેરાશ રૂ.55.33 કરોડનુ ટેન્ડર હોય. આ થઇ ટેન્ડર અપલોડ થયાની સ્થિતિ પરંતુ જ્યારે ટેન્ડરમા વિવિધ એજન્સીઓએ ભાગ લીધો તેમાં ટેકનિકલ ચકાસણીને અંતે માત્ર 3 એજન્સી રહી. આ 3 એજન્સીઓએ કુલ 55523 મોબાઇલ જે સ્પેશિફિકેશન મુજબ માંગેલ તેની સામે રૂ.88 કરોડથી 84 કરોડ સુધીના ભાવ આપ્યા. અહિં સવાલ થાય કે, ઈએમડીના હિસાબે બીડ વેલ્યુ સરેરાશ રૂ.55 કરોડ થાય છતાં રૂ. 88થી 84 કરોડનો વેપાર કરવા મથામણ કેમ થઈ? વાંચો નીચેના ફકરામાં.
માત્ર ઈએમડી જ નહિ એલ1 અને એલ2 એજન્સી વચ્ચે નજીવી રકમની ભાવ હરિફાઈ થઈ ત્યારે આઇસીડીએસ દ્વારા કેવીરીતે એજન્સીઓની વેપારી ઈચ્છાને સંમતિ અપાઇ. આ બાબતે પૂછતાં આઇસીડીએસના અધિકારી ડોડીયાબેન જણાવે છે કે, બાકીના રૂપિયા અમે સરકાર પાસેથી મેળવી લેવું ત્યારે ઈએમડી અને વર્ક ઓર્ડર વચ્ચે તફાવત કેમ? એવું પૂછતાં આ અધિકારી મેડમ કહે છે કે, ઓછી ઈએમડી હશે તો અમે લઈ લેશું, એટલે વર્ક ઓર્ડર પછી ઈએમડીની પૂર્તતા થાય મેડમ? આટલુ જ નહિ, જે કંપનીનો જે મોડલ મોબાઈલ આ એજન્સીઓ આપવા માંગે છે તેની એક મોબાઇલની બજાર કિંમત એકાદ મહિના અગાઉ રૂ.13 હજાર ચાલતી હતી. ત્યારે અધધધધ 55523 મોબાઈલ લેવાના થાય છતાં ભાવ ના ઘટે? આઇસીડીએસ દ્વારા રૂપિયા 84,35,60,939 નો વર્ક ઓર્ડર આપ્યો છે એટલે તેના ભાગ્યા 55523 કરીએ તો એક મોબાઇલ રૂપિયા 15,193 રૂપિયાનો ખરીદવામાં આવ્યો છે. વાંચો નીચે સૌથી મોટા સવાલ
બિનભાજપી સરકાર એવા કેરાલા રાજ્યની કેરાલા સ્ટેટ ઈલેક્ટ્રોનિક્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન લી. નામે એજન્સી ગુજરાત સરકારના આઇસીડીએસને સેમસંગ કંપનીનો એ06 (૬ જીબી/ ૧૨૮ જીબી)નો મોબાઈલ આપવા જણાવે છે. હવે તમે આજે ફ્લિપકાર્ટ ઉપર ભાવ જોવો તો એક મોબાઇલ રૂ. 15,495 નો ભાવ બતાવે છે. આવી સ્થિતિમાં શું ઢગલાબંધ, થોકબંધ, હજારોની સંખ્યામાં મોબાઈલ ખરીદો ભાવ ખૂબ ઓછો ના મળે ?? શું ઈએમડી પાછળથી લેવાય? ડોડીયા મેડમના કહેવા મુજબ પાછળથી વધારાના રૂપીયા સરકાર પાસેથી લઇ લેશું એવું હોય? અધધધ..55523 મોબાઈલ ખુદ સેમસંગ કંપની પાસેથી લીધા હોત તો શું એક મોબાઇલ રૂ.10હજારમા ના મળી શકે?? આઇસીડીએસ કહે છે, ટેન્ડર અમે નથી કર્યું જીઆઇએલ દ્વારા થયું છે? જીઆઇએલ કહે આઇસીડીએસ દ્વારા જે વિગતો આપી એ મુજબ ટેન્ડર થયું છે? વર્ક ઓર્ડર પહેલા બંને એવું કહે છે કે, ઉંચા ભાવ આવે તો નેગોશિએટ થાય તો શું નેગોશિએટ થયું? ગુજરાત રાજ્યના મોબાઈલ બજારના સૌથી મોટા ડિલર કે ડિસ્ટ્રીબ્યુટરને સેમસંગ કંપનીનો એ06 ૬,૧૨૮ જીબીનો મોબાઈલ એક લેવો એમ પૂછો અને 55523 લેવા એમ પૂછો તો શું 15,193 નો ભાવ આપશે??