રિપોર્ટ@વડોદરા: પાણીની સમસ્યાના કારણે મહિલાઓએ માટલા ફોડી પાલિકા સામે સુત્રોચ્ચાર કર્યા

રોજ ટેન્કરો મગાવવા પડે છે
 
રિપોર્ટ@વડોદરા: પાણીની સમસ્યાના કારણે  મહિલાઓએ માટલા ફોડી પાલિકા સામે સુત્રોચ્ચાર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

શહેરમાં અનેક વિસ્તારમાં પાણીની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે. જેને લઈને દરરોજ અલગ અલગ વિસ્તારના સ્થાનિકો વિરોધ પ્રદર્શન કરી પાણીની માગ કરી રહ્યા છે. શહેરના તુલસીવાડી વિસ્તારમાં વધુ એક વિરોધ સામે આવ્યો છે. જેમાં સ્થાનિકો દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકરોને સાથે રાખી પાણી માટે વિરોધ દર્શાવી માટલા ફોડી પાલિકા વિરુદ્ધ સૂત્રોચાર કર્યા હતા.


તુલસીવાડી વિસ્તારમાં પાણીની 4 વર્ષથી સમસ્યા છે. ત્યારે સમસ્યાથી ત્રસ્ત થયેલા વડોદરાના નગરજનોએ માટલા ફોડી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા કમલાનગર વિસ્તારમાં પણ પાણીની સમસ્યા થતા લોકોએ હલ્લાબોલ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ પહેલા પણ નાગરિકોને પાણીની સમસ્યા તથા તેઓ દ્વારા પાલિકાની વડી કચેરીએ વિરોધ નોંધાવ્યો હતો તો સમયાંતરે પાણી મળી રહે તે માટેની સમસ્યાનું નિરાકરણ નહીં આવતા સ્થાનિકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. પાલિકા રોજના 350થી વધુ ટેન્કરનો વિવિધ વિસ્તારમાં મોકલાય છે.


સ્થાનિક રૂકશાનાબાનુ, શબાનાબેને જણાવ્યું હતું કે, છેલ્લા ચાર વર્ષથી અમારા વિસ્તારોમાં પાણીની સમસ્યા છે. સ્થાનિક કાઉન્સિલરોને તેમજ વોર્ડ ઓફિસમાં અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં નિરાકરણ આવ્યું નથી. આથી આજે આમ આદમી પાર્ટીને સાથે રાખી માટલા ફોડી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે. આમ આદમી પાર્ટીના અગ્રણી વિરેન રામીએ જણાવ્યું હતું કે, તુલસીવાડી વિસ્તારમાં છેલ્લા 4 વર્ષથી પાણીની સમસ્યા છે. કોર્પોરેશન દ્વારા સ્માર્ટ સિટીની વાતો કરવામાં આવે છે. પરંતુ, શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ ગયું છે. સ્થાનિક કાઉન્સિલરો પણ આ વિસ્તારનો પાણીનો પ્રશ્ન હલ ન થતાં આમ આદમી પાર્ટીને મદદે આવી છે. જો પાલિકા દ્વારા તુલસીવાડી વિસ્તારનો પાણીનો પ્રશ્ન હલ કરવામાં નહીં આવે તો ઉગ્ર આદોલન કરવામાં આવશે.