રિપોર્ટ@જામનગર: વિક્ટોરિયા બ્રિજ પર કાર-બાઈક વચ્ચે અકસ્માત, જાણો સમગ્ર દુર્ઘટના
અકસ્માતના કારણે બ્રિજ પર આવેલી ડિવાઈડરની રેલિંગને નુકસાન પહોંચ્યું હતું. બાઈક ચાલકને સામાન્ય ઈજાઓ થઈ હતી.
Mar 3, 2025, 14:01 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વિક્ટોરિયા બ્રિજ પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક કાર અને બાઈક વચ્ચે ટક્કર થઈ હતી. અકસ્માતના કારણે બ્રિજ પર આવેલી ડિવાઈડરની રેલિંગને નુકસાન પહોંચ્યું હતું.
બાઈક ચાલકને સામાન્ય ઈજાઓ થઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
અકસ્માતના કારણે થોડા સમય માટે બ્રિજ પર ટ્રાફિકની અવરજવર પ્રભાવિત થઈ હતી. પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.