રિપોર્ટ@જુનાગઢ: 4 વર્ષના માસૂમ બાળકને સિંહણે હુમલો કરીને મારી નાખ્યો, સમગ્ર ઘટના જાણો

લોહીલુહાણ મૃતદેહ વન વિભાગની ટીમે શોધી કાઢ્યો હતો.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામમાં ગીરની સરહદે આવેલા વાડી વિસ્તારમાં આજે વહેલી સવારે એક ભયાનક ઘટના બની છે. 4 વર્ષના માસૂમ બાળકને સિંહણે હુમલો કરીને મારી નાખ્યો છે. ખેત મજૂરી કરતા પરિવારનો આ નાનકડો માસૂમ વહેલી સવારે ગુમ થયો હતો, જેનો લોહીલુહાણ મૃતદેહ વન વિભાગની ટીમે શોધી કાઢ્યો હતો.

બાળકના શરીર પર સિંહણના હુમલાના સ્પષ્ટ નિશાન અને ઊંડા જખમો જોવા મળ્યા હતા. ઘટનાસ્થળે વન વિભાગની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને હુમલાખોર સિંહણને પકડવા માટે સાસણથી ખાસ રેસ્ક્યુ ટીમ બોલાવી છે. આ ઘટનાએ આખા વિસાવદર પંથકમાં ભય અને અરેરાટીનો માહોલ ફેલાવી દીધો છે, ખાસ કરીને રાત્રે વાડીએ જતા ખેડૂતો અને મજૂર પરિવારોમાં ભયની લાગણી વ્યાપી ગઈ છે. 
આજે વહેલી સવારે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના બની છે. ગીરની સરહદે આવેલા આ વિસ્તારમાં વનરાજાની દહેશત વચ્ચે એક સિંહણે ચાર વર્ષના માસૂમ બાળકને પોતાનો શિકાર બનાવ્યો છે. વાડી વિસ્તારમાં મજૂરી કામ કરતા પરિવારનો પુત્ર વહેલી સવારે ગુમ થયો હતો, જેનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.