રિપોર્ટ@મહેસાણા: સિવિલ સુપ્રિટેન્ડન્ટ 20 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો, જાણો વધુ વિગતે
ખાનગી ગાડીનું બિલ પાસ કરવા અને લોગ બૂકમાં સહી કરવા લાંચ માગી
Dec 23, 2025, 09:04 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મહેસાણામાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોએ વડનગર સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે. મળતી વિગત મુજબ સિવિલ સુપ્રિટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા ક્લાસ-1ના ઉચ્ચ અધિકારી ડો. હર્ષિદ પટેલે એક ખાનગી ગાડીનું બિલ પાસ કરવા અને તેની લોગ બૂકમાં સહી કરી આપવાના બદલામાં 20 હજાર રૂપિયાની લાંચની માગણી કરી કતી.
આ બાબતે ફરિયાદ મળતા મહેસાણા ACB પીઆઇ એસ.ડી. ચાવડા અને તેમની ટીમે વડનગર સિવિલ હોસ્પિટલની કચેરીમાં જ છટકું ગોઠવ્યું હતું. ડો. હર્ષિદ પટેલ જ્યારે પોતાની ઓફિસમાં જ લાંચની રકમ સ્વીકારતા હતા ત્યારે જ ACBએ તેમને રંગે હાથ દબોચી લીધા હતા. આ સફળ ટ્રેપને પગલે સરકારી આલમમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે અને ACBએ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

