રિપોર્ટ@મહેસાણા: CMએ 1400 ગ્રામ સોનાથી બનેલા શિખરનું લોકાર્પણ કર્યું
આ સાથે સીએમએ યજ્ઞશાળા અને લાઈટ-સાઉન્ડ શોનું પણ લોકાર્પણ કર્યું હતું.
Mar 24, 2025, 12:48 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
CMએ 1400 ગ્રામ સોનાથી બનેલા શિખરનું લોકાર્પણ કર્યું. વડનગરના ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવ મંદિરના સુવર્ણ શિખરનું અને નવનિર્મિત યજ્ઞશાળાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તેઅનાવરણ કરવામાં આવ્યું છે.
મંદિર ટ્રસ્ટના પ્રમુખ નિખિલ વ્યાસના જણાવ્યા અનુસાર, દાતાઓ અને મંદિર ટ્રસ્ટના સહયોગથી 1400 ગ્રામ સોનાનું શિખર તૈયાર કરવામાં આવ્યું છે.
આ સાથે સીએમએ યજ્ઞશાળા અને લાઈટ-સાઉન્ડ શોનું પણ લોકાર્પણ કર્યું હતું.

